SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૪૯ તમે બરાબર કરી હશે ! અને શક્તિ મુજબ તપશ્ચર્યા અને જ્ઞાન-ધ્યાનની શરૂઆત કરી હશે ! કેમ તમે બધા તૈયારી કરીને આવ્યાં છે ને? (હસાહસી હસીને વાતને કાઢી નાખવાની નથી. પણ અંતરદશાને તપાસવાની જરૂર છે. આપણને એવું જીવન મળી ગયું છે કે જે જીવનને જ્ઞાનીઓએ અમુક દષ્ટિએ સર્વથી ઉચું કહ્યું છે. બંધુઓ ! આ પંચમકાળ સારો નથી, છતાં અપેક્ષાએ થોડે સારો છે એમ તે કહેવું પડશે. કારણ કે આ ક્ષેત્રમાંથી આ કાળમાં મુક્તિ પામી શકાય તેમ નથી. પણ સારા શુદ્ધ ભાવયુક્ત ક્રિયા કરવામાં આવે તે મુક્તિને નજીક બનાવી શકાય, એટલો કાળ સારે છે. આપણે એવા ક્ષેત્રમાં કે એવા કાળમાં નથી. જમ્યા કે મુક્તિ માર્ગની આરાધના અશકય હાય. જે સમ્યક દર્શન-જ્ઞાન–ચારિત્ર સહિત શુધ્ધ પુરૂષાર્થ ઉપાડશે તે જરૂર મુક્તિની નજીક પહોંચી શકશે. જ્ઞાનીઓએ ધર્મથી જીવનની મહત્તા બતાવી છે. એક ક્ષણ પણ ધર્મ વિનાની ન જવી જોઈએ. જ્યારે જીવનની દરેક ક્ષણ આત્મા તરફ વળશે ત્યારે તમને એ આનંદ થશે કે જે આનંદ ચક્રવર્તિ પણ જોગવી શક્યા નથી. તે આનંદ હજુ સુધી કેમ નથી અનુભવ્યો? તેનું કારણ એ છે કે અનંતકાળ વીત્યે પણ હજુ ચૈતન્ય પરઘરમાં ફરી રહ્યો છે. હજુ સુધી તેને વઘરની ખબર નથી. તમને તમારું પિતાનું ઘર સારું લાગે છે કે ભાડાનું! નિશ્ચિત છે કે ભાડાનું ઘર પરાયું છે અને પિતાનું એ પિતાનું છે. તેવી રીતે ચોરાશી લાખ જીવાનીમાં આત્મા માટે મોક્ષ સિવાય બધું પરાયું ઘર છે. કારણ કે તેત્રીસ સાગરોપમના સ્વર્ગના સુખ ભોગવનારે દેવ પણ તે ઘર છોડે છે. કારણ કે તે પરાયું છે. જ્યારે મોક્ષ એ આત્માનું સ્વઘર છે. ત્યાં ગયા પછી કોઈની તાકાત નથી કે તેને કાઢી શકે. બંધુઓ ! ચેતન્યદેવને કહે કે તારા ઘર તરફ પ્રયાણ કર. તને તારા ઘર તરફ જવાને કેમ વિચાર નથી આવતું ? જ્યાં સુધી સ્વઘરમાં નહિ આવે ત્યાં સુધી આનંદ નહિ મળે. જે ગતિમાં જીવ ગયા ત્યાં મમત્વ ભાવ સહિત યુગલ મૂકીને મર્યો છે. હવે આ શરીરની મમતા છોડીને જવું છે કે મમતાને પિટલે બાંધીને ? આ પર્યુષણ પર્વ મમતાને પિટલે છોડાવવા માટે છે. બને તેટલા વ્રત પચ્ચખાણમાં આવે. અવિરતપણું હિતકારક નથી. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે હે પ્રભુ! એક રાજા અને બીજો રસ્તે રખડતો ભિખારી હોય, રાજાને રાજ્ય સંભાળવું પડે છે જ્યારે ભિખારીને કાંઈ કરવું પડતું નથી. તે શું બંનેને સરખી ક્રિયા લાગે ? ભગવંત બોલ્યા. હા. એમ શા માટે ? પ્રથમ તો આશ્રવના દ્વાર બંધ કરી આશ્રવને રે જોઈએ. કારણકે જ્યાં સુધી આશ્રવ ર નથી, વૃત્તિ ઉપર કંટ્રોલ કર્યો નથી ત્યાં સુધી જેવા અધ્યવસાય હશે તેવી ક્રિયા લાગશે. બે ઘડી પાપને સરાવીને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy