SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ Hiru Game संवेगेणं अणुत्तरं धम्मसघं जणयइ । अणुत्तराए धम्मसध्धाए संवेगं हव्यमागच्छइ । अणंतानुबंधि कोह माण माया लोहे खवइ । नवं च कम्मं न बन्धइ, तप्पच्चइणं बिसोहिए य णं विसुध्धाए अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ, વિરોહિ ર ળ વિપુષ્પાપ પુણો મહિનામાં ઉત્ત, જૂ, અ. ૨૯,બોલ-૧ સંવેગથી અણુત્તર ધર્મની શ્રધ્ધા થાય છે. અણુત્તર ધર્મ અણુત્તર ગતિ અપાવશે. કિંમતી હીરો કિંમતી નાણાં અપાવે છે. તેમ અણુત્તર ધર્મ અણુત્તર ગતિ અપાવે છે જેના જીવનમાં સંવેગ જાગે છે તેના જીવનમાં આત્માને વેગ પ્રગટે છે. ગાડીનો વેગ ટ્રેઈનને, પ્લેનને અને રોકેટને વેગ, કીડી, કાચબા આદિનો વેગ છે. પરંતુ આ બધા વેગ લૌકિક છે. તમારો અહીં આવવાનો વેગ તે છે. પણ ઉપાશ્રયે આવવા છતાં ઘરવાસ ભૂલાતું નથી. જે વેગથી ઉપાશ્રયમાં આવે છે ત્યાં બે ઘડી માટે પણ સંસારને નહિ ભૂલે તે સમજી લેજો કે અહીં બેસવા છતાં ભાવઆશ્રવ ચાલુ છે. કાયા અહીં છે પણ વેગ સંસાર તરફને છે. જ્યારે સંવેગ આવશે ત્યારે ઉત્તમ પ્રકારના ધર્મની શ્રધ્ધા થશે. ઉત્તમ પ્રકારને ધર્મ કહે છે તે પણ કંઈકને ખબર નહિ હોય. તિજોરી નાણાંથી તરબળ જોતાં જે આનંદ આવે છે તે આનંદ ધર્મમાં નથી આવતે. પણ સંસારને આનંદ છવને દુર્ગતિમાં લઈ જશે ને ધર્મને આનંદ મોક્ષ તરફ લઈ જશે. જીવનમાં સંવેગ આવશે ત્યારે દેવ-ગુરૂ અને ધર્મની વાત સાંભળતાં હૈયું હર્ષથી નાચી ઉઠશે. જ્યાં સંવેગ આવે ત્યાં નિર્વેદ આવે. સંવેગ આવે એટલે મક્ષતત્વની રૂચી કરાવે. ને આત્મામાં વિચાર ચાલુ થશે કે કયાં હું ભેગને ગુલામ! ભેગને ભિખારી! આટલા ભેગે ભેગવ્યા તે પણ હજુ તૃપ્તિ ન થઈ! અનંતો કાળ વિષયકષાયમાં, ખાવાપીવામાં ને ભેગ ભોગવવામાં કાઢયે. આ દુનિયામાં જેટલ કાગળ છે તેટલે કાગળ લઈને લખવા બેસીએ તે એક જીવે કેટલું પરિભ્રમણ કર્યું છે તે પણ સંપૂર્ણ લખી શકાય નહિ. તેટલું આ જીવ ભમે છે ને ભોગવ્યું છે. સાચે સત્ય શોધક વેગ તેનું નામ સંવેગ. આવા વેગવાળો જીવ ભોગની ભૂતાવળમાં ફસાય નહિ. તે કીચડને છેડીને કિનારે આવી જાય. સંવેગને વિલપાવર જેનામાં ના હોય તેનામાં વૈરાગ્યને એ પાવર આવે કે તે કયાંય બંધાય નહિ. સંવેગથી અણુત્તર ધર્મની શ્રધ્ધા પ્રગટે. ધર્મની ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સંવેગ મેક્ષાભિલાષાની શીધ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુધ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શનવિશુધિથી શુધ્ધ થયા પછી કેઈતે એ ભવમાં સિધ્ધ થઈ જાય છે અને જે એ ભવમાં સિધ થતા નથી તે ત્રીજા ભવનું અતિક્રમણ કરતાં નથી અર્થાત્ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy