________________
ફ્ર
શિખર
સરકા
મારુ નામ નારદ નહિં. હું ત્રણ ખંડમાં ઘૂમી વળીશ. આકાશ-પાતાળ એક કરીશ છતાં પ્રદ્યુમ્નકુમારના પત્તો નહિ પડે તેા મહાવિદેહ ક્ષેત્રમાં સીમ ધરસ્વામી પાસે જઈને તારા પુત્ર વિષે પૃચ્છા કરીને તેના સમાચાર લઈને આવીશ. ત્યાં કઈ પગે ચાલનાર માનવી જઈ શકતા નથી. પણ હું તેા આકાશગમન કરનારો છું. એટલે ત્યાં જઈ શકીશ. હવે નારદઋષિ પ્રદ્યુમ્નકુમારની તપાસ કરવા જશે ને નહિ મળે તા મહાવિદેહ ક્ષેત્રમાં જશે ને શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૪૭
શ્રાવણ વદ ૧૧ ને શુક્રવાર
તા. ૨૦-૮-૭૬
વીતરાગ ભગવાનની વાણી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરાવનાર છે. આ વાણીનો એકેક શબ્દ જો જીવ સમજે ને આચરણમાં મૂકે તેા જન્મ-જરા અને મરણની સાંકળ તૂટતા વાર નહિ લાગે. વીતરાગવાણીમાં આટલું સામર્થ્ય અને શક્તિ રહેલા છે. પરંતુ જ્યાં સુધી આત્મા તેના ભાવને સમજતા નથી ત્યાં સુધી અવળી દોટ મૂકે છે. સસાર તરફની દોટ આશ્રવ તરફ લઈ જશે ને સંયમ તરફની દોટ સવર તરફ લઈ જશે. જેમ દેવલાકમાં સભ્યષ્ટિદેવને ચવવાનું થાય ત્યારે શુ વિચાર કરે ? ભલે, મને વૈભવ ન મળે પણ જ્યાં જૈન ધર્મ હાય ત્યાં મારો જન્મ થો. સમ્યષ્ટિ દેવ આવી ઝંખના કરે. તેને દેવલેાકના સુખા અળખામણા લાગે, તે ભગવાનના દર્શન કરવા જાય, તેમની વાણી સાંભળે પણ તેમની પાસે પચ્ચખા નથી. આશ્રવના દરવાજા બંધ કરવા નત-પચ્ચખાણ રૂપી તાળું નથી. તેથી દેવ વિચાર કરે કે આશ્રવના દરવાજા બંધ કરી સંવરની ભૂમિમાં જવું છે. સંવર છે ત્યાં ક્રમની નિરા છે. આશ્રવ છે ત્યાં કર્મબંધન છે. જેને ભવના ફેરાનો ખટકારો થાય તે આત્મા છૂટકારો શેાધે. જેને ભવ ખટકે તે આત્મા સંસારથી છટકે. જેમ તમને રાગ ખટકે તે ઔષધ લેવાનુ મન થાય. તેમ ભવ ખટકે તે આત્માને સંસારથી છૂટવાનું મન થાય. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી પરિભ્રમણ છે.
જીવ અનંતકાળથી આશ્રવના વહેણુ તર તણાઈ રહ્યો છે. હવે એક વખત સવર માર્ગોમાં જોડાઈને સંસાર સાગર તરી જાવ. હવે દુઃખા સહન ન કરવા હાય તા જ્ઞાની કહે છે સંવર માગમાં સ્થિત બની જા. જેને સુખ પ્રાપ્ત કરવું છે તેને સંવર માગ માં આવવું જોઈએ. જો જીવને સુખની પિપાસા જાગી હાય તા ત્યાગ માગમાં આવવાની જરૂર છે. જેને જીવનમાં સંવર ભાવના સંવેગ જાગશે તે ભવમાં ભૂલા નહિ પડે. ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હું મારા ત્રિલેાકીનાથ ! સવેગથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવાને કહ્યું.