SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા નિર સ લડાઈમાં ગયા. ત્યાં ગયા પછી તેને નવપરણીત પત્નીના પ્રેમ યાદ આવતાં પાછે વળે છે. ત્યારે પત્ની તેને ઠપકો આપે છે કે શા માટે પાછા આવ્યા ત્યારે તે કહે છે કે તારા રૂપને નિહાળવા આળ્યેા છે. આ શબ્દો સાંભળી ક્ષત્રિયાણીનુ “હી ઉકળી ઉઠયું. એના પતિને કહી દીધું-સ્વામીનાથ ! આ શબ્દો તમને 4 શેશે. તમને આ ચામડાના દેહના નેહ લાગ્યા છે પણ વિચાર કરો, તમને અભિમાન છે. આ રૂપનુ' ને જુવાની તણું, ચમકશે કયાં સુધી આ ગાલનુ ગુલાબીપણુ, ચામડીના તેજને ઝ ંખાતા વાર નહિ, જોમ ભર્યા દેહને ન ખાતાં વાર નહિ, ઈંન્દ્રિઓના નૂરને હણાતાં વાર નહિ, આશા ભરી આંખડી મીંચાતા વાર નહિ, સંધ્યા તણા રગાને વિલાતા વાર નહિ. સ્વામીનાથ ! તમને આ મારા રૂપને મેહ છે. મૃગનયણી જેવી આ આંખાને માહ છે. પરવાળાં જેવા હાઠ અને ગુલાખી ગાલની લાલી જોવા માટે તમે યુધ્ધમાં ગયેલા પાછા ફર્યાં છે. પણ વિચાર કરે કે આ યુવાની અને રૂપ ક્યારે વિલાઈ જશે, આ ઝુલાખી ગાલ કયારે કરમાઈ જશે તેની ખબર નથી. આ શરીરમાં અંદર લેાહી તે માંસ ભર્યા છે. ઉપર આ ચામડીનું ચળકતુ વર મઢયું છે. શરીરમાં રાગ આવશે ત્યારે એનું તેજ હણાઈ જશે. ઈન્દ્રિઓના નૂર ઝાંખા પડી જશે ને આ જોમલો દૃઢુ પડી જશે. આ આંખડી કયારે મીંચાઈ જશે તેની ખખર નથી. તેમાં તમને શુ માહ લાગ્યા કે તમે મીંઢળખ ધા શૂરવીર થઈને નીકળી ગયેલાં પાછાં આવ્યા તેના પતિ કહે તારી કામણગારી આંખ હું ભૂલી શકયા નહિ. આ શબ્દ જ્યાં સાંભળ્યા કે તે ક્ષત્રિયાણીએ ભાલાની અણીએ આંખા આપી દીધી ને પ્રાણ છેડયા. અને ભાન ભૂલેલા પતિની શાન ઠેકાણે લાવી. ને તરત તે લડાઈમાં ચાલ્યેા ગયા. ખંધુએ ! આ તે ક્ષત્રિય હતા પણુ ભગવાન કહે છે આપણા આત્મા ક્ષત્રિયના પણ ક્ષત્રિય છે. અનંત શક્તિ એનામાં રહેલી છે. રગભાગમાં પડી પોતાની શક્તિનું ભાન ભૂલેલા આત્માને જગાડવા પર્યુષણુપર્વ આવે છે. હવે તેા બે દિવસની વાર છે. કશત્રુઓની સામે ઝઝમવા માટે ક્ષત્રિય એવા આત્માને જગાડા. જેને જન્મ મરણને ત્રાસ લાગતા હાય, માક્ષમાં જવાની લગની લાગી હોય તે ક્ષત્રિય મનીને સંગ્રામમાં યુધ્ધ કરવા તપ-ત્યાગ અને શીયળના શસ્ત્રો સજીને ઝઝૂમવા તૈયાર થઈ જશે. અને જે કાયર હશે તે મેસી રહેશે. ત્યાગ એ આત્માને કમના બંધનમાંથી મુક્ત અનાવવાનું ઉત્તમ સાધન છે. તમે સંસાર છેડીને સંયમી અને તે ઉત્તમ વાત છે, આ સભામાંથી એકાદ સાધુ બની જાય તે ઘાટકોપરનું નામ અમર બની
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy