________________
શરીર હવે જીણું કપડા જેવું થઈ ગયું છે માટે શરીરના બંધનમાંથી મુક્તિ મેળવીએ. સંતેને બંધન ખટકયું. જેને બંધન ખટકે તે છટકે. ગાય ભેંસ આદિ જાનવને પણ બંધન ખટકે છે તે તે બંધન તોડીને મુકત થવા ઈચ્છે છે. બેલે, તમને બંધન ખટકયું છે ? ખટકશે તે છોડાવનારા મળી જશે. પણ તમને તે બંધન ખટકતું નથી પછી છૂટવાની વાત કયાં ?
અત્યારે અધિકારમાં તપની વાત ચાલે છે. ને પર્યુષણ પર્વ પણ નજીક આવે છે. એટલે ઉપાશ્રયમાં તમય વાતાવરણ દેખાય છે. આવા તપસ્વીઓને તપ કરતાં જોઈને તપ કરવાનું મન થાય છે? (તામાંથી અવાજ મન તો થાય છે પણ થઈ શક્તા નથી.)
"एकोऽहम सहाथोऽहं कृशोऽहम परिच्छिदः। स्वप्नेप्येवं विद्या चिन्ता, मृगेन्द्रस्य न जायते ॥"
હું એકલો છું, અસહાય છું, દુર્બળ છું અને પ્રજારહિત છું એ નબળો વિચાર સ્વપ્નમાં પણ સિંહને (શૂરવીરને) આવતું નથી.
આ લેકમાં શું કહ્યું તે તમે સમજ્યા ને? જે શૂરવીર સિંહ સમાન છે તેને એવું ન થાય કે મારે માસખમણું કરવું છે પણ મારાથી નહિ થાય. આત્માનું શૂરાતન જાગ્યું છે તેને કેણ રોકનાર છે? પણ જેને નથી કરવું ને કરવાને ળ બતાવે છે તે નહીં કરવા માટે કેઈ બહાના શેાધતા હોય છે. ને કેાઈ મને તપ ન કરવાનું કહે તેની રાહ જોતા હોય છે. એક બનેલી કહાની કહું. ' આ પર્યુષણના દિવસે આવ્યા. ગામમાં તપમય વાતાવરણ છવાઈ ગયું. કઈ જ્ઞાની સંતનું ચાતુર્માસ હતું એટલે જ્યાં જુઓ ત્યાં તપશ્ચર્યા ને તપશ્ચર્યા દેખાય છે. આજુબાજુમાં બધે તપની વાતે ચાલે છે ને તપના ગીતો ગવાય છે. આ જોઈને એક સાસુના મનમાં થયું કે આ બધા કેવા ભાગ્યશાળી છે કે કેઈના દીકરાએ તે કેઈની દીકરી-વહુ-સાસુએ બધાએ તપશ્ચર્યા ઉપાડી છે ને હું કેવી કમભાગી છું કે મારા ઘરમાં કઈ તપ કરતું નથી. હું પણ કરી શકતી નથી. સાસુ એની વહુને કહે છે બેટા ! સંઘમાં તપ વિનાનું કે ઘર ખાલી નથી. આપણું ઘર ખાલી છે. તે તમારાથી બને તે અઠ્ઠાઈ કરે. મને બહુ હોંશ છે. બેલે, કરવી છે? વહુ કહેહા બા. હું કરીશ. એટલે સાસુ તે હરખાઈ ગયા. એમણે હરખમાં ને હરખમાં કોપરું છીયું. તેમાં સાકર નાંખીને વહુને ખવડાવ્યું. ગુંદર, ટેપરું નાખીને સૂઠ બનાવીને વહુને ખવડાવી. અત્તરવારણમાં લાડવા જમાડયા. ને છેલ્લે ઘીમાં સાકર અને લવીંગ હલાવીને વહુને ચટાડ્યા. વહુને અઠ્ઠાઈ કરાવવાના સાસુને કેટલા કેડ છે ! સવાર પડી એટલે સાસુ કહે છે વહુ ! તમે કંઈ કામ કરશે નહિ. બીજા કરી લેશે. તમે વહેલા