SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ द्युत चं मासं च सुरां च वेश्या, पापाधि चोरी परदार सेवा। एतानि सप्तानि व्यसनानि लोके; घोराति घोरे नरके पतन्ति । દુત એટલે જુગાર, સાત વ્યસનમાં જુગારને પહેલે નંબર છે. આ જુગાર રમવાથી કેટલું નુકશાન થાય છે! જુગાર રમનારે છેવટે સાતે વ્યસનવાળો બની જય છે. પરિણામે આ વ્યસને જીવને દુગતિમાં લઈ જાય છે. અહીં જુગાર રમનારને સરકાર પકડે છે ને પરલોકમાં કર્મની સરકાર પકડે છે. માટે સમજે. ધર્મરાજા જુગાર રમ્યા. એ તે પવિત્ર પુરૂષ હતા. જુગાર રમે તેવા ન હતાં. પણ શકુનીના કહેવાથી ધને કપટ કરીને જુગાર રમાડયા. અનિચ્છાએ ધર્મરાજા જુગાર રમ્યા તે પણ પાંચ પિંડ, કુંતા માતા અને સતી દ્રૌપદીને વનવાસ વેઠવું પડે. તો જે રસપૂર્વક હશથી ગાર રમે છે તેની શી દશા થશે? (પૂ. મહાસતીજીએ જુગાર કેવા હાનીકારક છે અને જુગાર રમનારની કેવી હાલત થાય છે તે વિષે ખૂબ વર્ણન કર્યું હતું. તેંમજે સુંગરે રમવાથી કેવું બન્યું તે ઉપર એક બનેલી કહાની કહી હતી. જે સાંભળતાં બધા રડી પડયા હતા. પછી પૂ. મહાસતીજીએ જુગાર વિરોધની ખૂબ જોરદાર હોર્મલ કરી હતી. તેથી વ્યાખ્યાનમાં બેઠેલા દરેક ભાઈ બહેને પૂ. મહાસતીજીની હાક હત્યા થઈ ગયા ને જુગાર ને રમવું તેવી પ્રતિજ્ઞા લીધી. તેમજ કૃણ વાસુદેવે આ વી ઉપર જન્મ લઈને કયા ક્યા મહત્વના કાર્યો કર્યા હતા, તેમના જીવનમાં કે ગુણે હતા તેનું ખૂબ સુંદર રીતે અને વિશદ વર્ણન કર્યું હતું.) વ્યાખ્યાન નં. ૪૬ શ્રેય વદ ૧૦ ને ગુરૂવાર : તા. ૧૮-૭ અનંત કરૂણાના સાગર, અનંત ઉપકારી, વિશ્વવંદનીય, અશરણના શરણ એવા જિનેશ્વર ભગવંતોએ સંસારના વૈભવ અને વિલાસના સુખ મેળવવા માટે વલખા મરિતા અને અનાદિકાળથી પિતાની ભૂલના કારણે ભટક્તા જીવાત્માઓને કરૂણાબુધ્ધિથી સિદ્ધાંતના વચન રૂપી અમૃતનું સિંચન કરતાં કહ્યું કે હે આત્મા ! તને પૂર્વના રદયથી માનવભવ પ્રાપ્ત થયેલ છે તે વિષયભેગના વલખા મારવા માટે નહિ પણ આત્માનું શ્રેય સાધવા માટે છે. સ્વરૂપની સમજણના અભાવે આત્મા અનંતકાળથી ગાઢ અજ્ઞાન નિદ્રામાં સૂતેલો છે. તેને જગાડતા કહે છે કે જ્યાં સુધી મૃત્યરૂપી કહોડાના પ્રહારો તારા જીવનરૂપી વૃક્ષને છેદી ન નાંખે ત્યાં સુધીમાં હે જીવ! તને પ્રાપ્ત થએલ ઉત્તમ સાધન અને સામગ્રીઓને તું સદુપયોગ કરી લે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy