SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ શારા શિખર સુભાષિતમાં કહ્યું છે કે પ્રતિ વિધ િવ સુધsfe fટ્ટ વિના જે ભાગ્યે જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે અમૃત પણ વિષનું કામ કરે છે. આ છોકરા માટે પણ તેમ બન્યું. દેવાનુપ્રિયે ! તમારો તે પ્રબળ પુષ્યને ઉદય છે એટલે તમને સી બોલાવે છે. જ્યાં જાવ ત્યાં ખમ્મા ખમ્મા કરે છે. એટલે ખબર પડતી નથી. પણ જેના પાપને ઉદય હોય તેની દશા તે જુઓ. કર્મના ઉદયમાં બુદ્ધિશાળી, ચતુર અને ડાહ્યો હોય તો પણ ગાંડ લાગે છે. કારણકે એની પાસે પૈસા નથી પાસે પૈસો છે તે માણસ ગાંડો હોય તે પણ ડાહ્ય લાગે, ગાંડાને સૌ આ ગાંડાલાલ શેઠ.એમ કહીને તેને બોલાવે. અને પૈસા વિનાને માણસ ડાહ્યા હોય તે પણ એને ડાહ્યલે કહે. બાલે નાણાંના કેવા માન છે ! દેલત ડાહ્યાને ગાંડે અને ગાંડાને ડાહ્યા ભલે બનાવે પણ તે કયારે દેગે દેશે તેની ખબર નથી. લક્ષ્મીના મદમાં મસ્ત બનેલાને ગરીબના આંસુ લૂછવાની કે તેના સામું જોવાની કયાં કુરસદ છે ! તેમનું તે એક કામ છે કે પૈસા ભેગા કરવા. પણ જ્ઞાની કહે છે કે લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે? પાપ વધ્યું કે બીજું કાંઈ? જેમ પૈસો વધે તેમ મેહ વળે. પહેલાં માણસે બે રૂમમાં સુખેથી રહેતાં હતાં. આજે પૈસે વળે તેથી ફલેટમાં ટેરરૂમ, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, બાથરૂમ અને તેને શુભતું ફનચર, ઠંડીમાં હીટર અને ગરમીમાં એરકંડીશન વિગેરે જોઈએ છે. ચામડાના મૂલાયમ બૂટને પર્સ જોઈએ છે. તમને ખબર છે કે એ તમારા મુલાયમ પર્સ અને બૂટ કેવી રીતે બને છે? ગર્ભવંતી ગા અને ભેંસે વિગેરેને કે ભયંકર વધુ થાય છે ! ઉના ઉના પાણી છાંટવામાં આવે છે. પછી તેને ખૂબ માર મારે છે. પરિણામે બંને છ મરી જાય છે. તેમના ચામડા ઉતારી મૂલાયમ બૂટ ને પર્સ બને છે. કમ્મરના પટ્ટા બને છે. બબે પંચેન્દ્રિય જીવોની ઘાત થઈ જાય છે. અહિંસાને સમજ્યા પછી પ્રાણીની ઘાતે કરીને બનાવેલી વસ્તુ ના વાપરવી જોઈએ. સર્વ જીવન જીવવું ગમે છે. એક જમાનો એ હતું કે લેકે કીડીઓને જીવાડવા માટે કીડીઓના દર આગળ લેટ નાંખતા. જ્યારે આજે તે કીડી-માંકડને મારવા માટે ઝેરી પાવડર નાંખવામાં આવે છે. આજે માનવના હૃદયમાંથી દયા ચાલી ગઈ છે. પણ યાદ રાખજે જે જીવ કર્મ કરશે તેને અવશ્ય જોગવવા પડશે. પેલા ગરીબના છોકરાને કર્મને ઉદય છે. કયાંય નેકરી મળતી નથી. તેથી તે સાવ હતાશ થઈ ગયા. પાંચ દિવસથી ખાવા કણ નથી ને નોકરી માટે ક્યાંય સફળતા મળતી નથી. ઘરમાં કાંઈ નથી ને ભીખ માંગવી નથી. મા-દીકરો બંને ભૂખના દુઃખ વેઠી રહ્યા છે. એવામાં પેપરમાં જાહેર ખબર વાંચી કે સ્ટેશન માસ્તરની જરૂર છે. આ ગરીબની ઝૂંપડી સ્ટેશન પાસે હતી એટલે આ મા-દીકરાને સી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy