________________
શા શિખર
ચેરો સે રક્ષણ કરતા હૈ, લેતા સુખકી નીંદ નહિ, તુ ન તનિક પર સ્થિર રહેતી પર, નિર્દય ઉસકે યહાં કહી!
હે લમી! તારા માટે માનવી કેટલે પરિશ્રમ કરે છે, ભૂખ-તરસ ભૂલે છે, ઉંઘ ત્યજી ઉજાગરા કરે છે, ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી સહન કરે છે, વનવગડા વેઠે છે ને કેટલા માન-અપમાન પણ સહન કરે છે. તારું રક્ષણ કરવા માણસ સુખે સૂઈ શક્તિ નથી. છતાં તું તે કેવી નિર્દય છે કે સમય આવ્યે તું એને છોડીને ચાલી જાય છે. અરે પૈસા ! તારી કેવી બલિહારી છે કે તારા માટે શેઠીયાના ચરણમાં પડીને કરગરવું પડે છે કે મને નોકરી આપે. આજે માણસ ગમે તેટલે હોંશિયાર હોય. ડબલ ગ્રેજ્યુએટ હોય છતાં જે તેને કોઈની લાગવગ હોય તે જલદી સવસ મળે. અને જેને કેઈ હાથ ઝાલનાર ન હોય તેને નોકરી માટે પણ ફાંફા પડે છે. એવી છે આજના માનવીની જિંદગી.
એક વિધવા માતા કર્મના ઉદયથી ખૂબ ગરીબ હતી. ત્રણ વર્ષનો દીકરો મૂકીને એને પતિ પરલોકવાસી બન્યું. એટલે મા-દીકરો નિરાધાર બની ગયા. આ માતા સ્ટેશન નજીક એક ઝૂંપડી બાંધીને રહેતી હતી. ગરીબાઈ હોવા છતાં માતા ધર્મને ભૂલી ન હતી. પિતાના પુત્રને પણ ધર્મના સંસ્કારોનું સિંચન કરતી હતી. આ માતાને પુત્ર ઉપર આશાના મિનારા હતા કે એના પિતા તે અમને મૂકીને ચાલ્યા ગયા પણ કાલે આ મારો દીકરો મે થશે ને એ કમાતે થશે એટલે મારા દુઃખના દિવસો ચાલ્યા જશે. એમ વિચાર કરી લોકોના કામ કરી. ઘંટીના પૈડા ફેરવીને પૈસા કમાતી અને પોતાના પુત્રને ભણાવતી હતી.
બંધુઓ ! ગરીબાઈમાં વિધવાપણું વેઠવું તે જેવી તેવી વાત નથી. કંઈક બહેને વિધવા હોય છે પણ પાસે પૈસા લેવાથી દુઃખ દેખાતું નથી. આ બાઈને તે ધણી અને ધન બંનેનું દુઃખ છે. માતાએ ખૂબ કષ્ટ વેઠીને દીકરો માટે કર્યો. કર્મના ઉદયથી ગરીબ છે. પણ તેની બુધિ ખૂબ તીવ્ર હતી એટલે મેટ્રીક પાસ થ. એને આગળ ભણવાનું મન થયું પણ માતાએ કહ્યું. દીકરા ! હવે મારું શરીર ઘસાઈ ગયું છે. આશામાં ને આશામાં આટલી મહેનત મજુરી કરીને તેને મેટ્રીક પાસ કરાવ્યું. હવે મારાથી દુઃખ વેઠાતું નથી. માટે તું ગમે ત્યાં નોકરી લાગી જા. છોકરે કહે-ભલે, બા ! હવે તું કંઈ કામ ન કરીશ. હું નોકરી કરીને કમાઈ લાવીશ. આથી માતાને શાંતિ થઈ પણ તેનાં કર્મો તેને ક્યાં શાંતિ લેવા દે તેમ હતા. છોકરો નોકરી શોધે છે. ત્યાં જાહેરખબરમાં વાંચ્યું કે અમુક જગ્યાએ માણસની જરૂર છે તે ત્યાં જાય. ઈટરવ્યુ આપે પણ નોકરી પાસ થતી નથી. માનવીનું ભાગ્ય મંદ હોય ત્યારે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તેમાં નિષ્ફળતા મળે છે. સંસ્કૃત