________________
૪૦૨
દાતા દિખર કરતે ભૂખન્તરસ ને ઉજાગરા વેઠતે જુનાગઢ પહોં, તે નવઘણની અશ્વશાળામાં ગયે ને તેના નોકરને પૂછ્યું કે અહીં મહારાજા આવે છે? ત્યારે કહ્યું હા. અઠવાડીયે એક દિવસ આ ઘેડે રાજાનો માનીતું છે તેની સંભાળ લેવા આવે છે. આવતી કાલે અહીં આવશે. સંસતી કહે, ભાઈ! હું એક ગરીબ અને દુઃખી માણસ છું. મને બે દિવસ તારી પાસે રહેવા દઈશ? અવરક્ષક કહે ભલે રહે, પણ કાલે રાજા આવે ત્યારે તું કયાંક સંતાઈ જજે. કારણ કે મેં તારી દયા ખાઈને અહીં રાખે છે. કઈ જાણી જાય તે મારું આવી બને. સંસતી કહે-ભલે, તમે કહેશે તેમ કરીશ.
રાજાને આવવાનો સમય થયો એટલે સંસતીએ સંતાઈ ગયા. રા'નવઘણ પિતાના માનીતા અશ્વની સંભાળ લેવા માટે અશ્વશાળામાં આવ્યા. પિતાના ઘોડાને હાથ ફેરવી પાછા ફર્યા તે વખતે સંતાઈ ગયેલો સંસતીય દરવાજા પાસે જઈને ઉભે રહ્યો. નવઘણ રાજા ત્યાં આવ્યા તે સમયે સંસતી રાજાના માર્ગ આડો સૂઈ ગયો. એટલે રાજાએ પૂછયું. ભાઈ! ઉભે થા. અહીં માર્ગમાં કેમ સૂતો છું ? ત્યારે કહેબાપુ! મારે બીજું કોઈ કામ નથી. પણ મારો આટલો પત્ર પહેલા વાંચો. આગળના રાજાઓ સત્તાના મદમાં ગરીબને તરછોડતાં ન હતા. પણ ગરીબની વાત સાંભળતા હતા. ને તેનું દુઃખ દૂર કરતા. આજે તે ગરીબી હટાની વાતે ચાલે છે પણ ગરીબાઈને બદલે ગરીબોને પાછા હઠાવે છે.
રા'નવઘણે પત્ર હાથમાં લીધો. તેના મનમાં થયું કે આ ગરીબ અને ચીંથરેહાલ માણસ કેનો પત્ર લાવ્યું હશે ? લાવ, વાંચું તે ખરે. કાગળ ખેલીને નવઘણું વાંચવા લાગે. પત્રમાં જાહલે પિતાના દુઃખની વાત જણાવતાં શું શું લખ્યું છે તે એને વીરે વાંચે છે.
જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચે નવઘણુ વીર,
સિંધમાં રોકી સુમરે, હાલવા દે ના હમીર. હે મારા વીરા ! સોરઠ દેશમાં કપરો દુષ્કાળ પડયે, કૂવા કે નદીમાં નીર ના રહ્યા, ખાવાના પણ સાંસા પડયા, પશુધન તેમજ મનુષ્ય મરવા લાગ્યા, અમારી કડી . સ્થિતિ થઈ એટલે અમે સોરઠ છેડીને સિંધમાં આવ્યા. દુષ્કાળ પૂરો થતાં અમને થયું કે સોરઠમાં હવે સુકાળ થયા હશે એમ માનીને થોડા દિવસમાં સોરઠ આવવાની તૈયારીમાં હતા ત્યાં સિંધનો સૂબો હમીર સુમરે મારા રૂપમાં મુગ્ધ બન્યા છે ને મેં છ મહિનાની મુદત આપી છે. વીરા ! તું તે રાજય સુખમાં પડી ગયું છે, પણ હું તને પૂર્વની સ્મૃતિ તાજી કરાવું છું. તું બરાબર વાંચ.
હે નવઘણુ વીરા ! પાટણના લશ્કરે જુનાગઢ ઉપર જંગ મચાવ્યું અને જુનાગઢને જીત્યું. તારા પિતા તેમાં ખપી ગયા ને માતાએ અગ્નિસ્નાન કર્યું. તે વખતે તારું