________________
શારદા શિખર મરવા તૈયાર થઈ. ત્યારે સેનલ રાણીએ વિચાર કર્યો કે પતિ પરલેક સીધાવ્યા ને અમે પણ તેમની પાછળ જઈએ છીએ. પણ જે આ નવઘણ જીવતે હશે તે કેઈક દિવસ એના પિતાનું રાજ્ય પાછું મેળવશે. એમ વિચાર કરીને પિતાની વફાદાર દાસીને બોલાવીને પુત્રને સેંપી તેને ભલામણ કરી અને પિતે અગ્નિસ્નાન કરી મરણ પામી. આ દાસી ઘણી વફાદાર હતી. પણ આ નવઘણને લઈને જુનાગઢથી જવું તેને માટે જાનના જોખમ ખેડવાનું કામ હતું. છતાં હિંમત કરીને પિતાના ભાવિના રાજાના પ્રાણ બચાવવા માટે તેને ટોપલામાં નાંખીને ભેાંયરામાંથી છૂપી રીતે જુનાગઢના દરવાજાની બહાર નીકળી ગઈ. અનંગપાળને સખત હુકમ છે કે મહિપાળ રાજાને એક પણ વંશજ જીવતે રહેવો ન જોઈએ. દાસી છ મહિનાના કુંવરને ટેપલામાં નાંખી લપાતી છૂપાતી ચાલી નીકળી. આ તરફ સૂબાના માણસો મહિપાળ રાજાના કુંવરને શોધવા લાગ્યા. પણ તેને પત્તો પડયે નહિ. દાસી વિચાર કરવા લાગી કે હવે મારે કુંવરને લઈને ક્યાં જવું, શું કરવું, કેને સોંપું તે તેની સલામતી રહે તેની ચિંતા કરતી જાનના જોખમે આગળ ચાલતી જતી હતી. ચાલતાં ચાલતાં ગીરના નાકે અલિદાર બેડીદાર નામના ગામમાં આવી. આ ગામમાં દેવાયત નામને એક આહીર રહેતું હતું. તેની આસપાસના ગામમાં પ્રતિષ્ઠા સારી હતી. દાસીએ વિચાર કર્યો કે આ ગામને મુખ્ય માણસ દેવાયત આહીર છે. તે સારે માણસ છે. તે તેને ત્યાં સંપું. તે કુંવરનું રક્ષણ કરશે. એમ વિચાર કરીને દાસી દેવાયત આહીરને ત્યાં આવી. દેવાયતને ખૂણામાં લઈ જઈને કહ્યું. વીરા ! આ જુનાગઢની ગાદી ભાવનાર નવઘણકુમાર છે. તેને જાનના જોખમે મૃત્યુ સાથે જંગ ખેલીને તારે ત્યાં લઈ આવી છું. તું તેનું રત્નની જેમ જતન કરજે,
પિતાના રાજાને કુમાર સલામત છે ને પોતાને ત્યાં એનું પાલન કરવાનું છે. એ જાણી આહીરને ખૂબ આનંદ થયે, બહેન ! તું ચિંતા ન કરીશ. એને સાચવ એ મારા હાથની વાત છે. મારા પ્રાણના ભેગે હું તેનું રક્ષણ કરીશ. આ એક રાજ્યનું બીજ સલામત હશે તે ભવિષ્યમાં આપણને મુસ્લીમ રાજાના સકંજામાંથી છોડાવશે, તું અહીંથી ચાલી જા. તને કંઈ જોઈ જશે તે વહેમ પડશે. દેવાયત પિતાની પત્નીને વાતની જાણ કરી. એ આહીરની પત્ની પણ ગંભીર હતી ગંભીર માણસો આવું ગુપ્ત કામ કરી શકે છે. આ દેવાયત આહીરને એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રનું નામ ઉગે અને પુત્રીનું નામ જાહલ હતું. ઉગે અઢી વર્ષને હતો ને જાહલ છ મહિનાની હતી. એટલે નવઘણ અને જાહલ બંને સરખા હતા. જાહલની માતાએ જાહલને દૂધ પાન કરાવવાનું બંધ કરી નવઘણને દૂધપાન કરાવવા