________________
શારદા શિખર
૫૯ માફ કરો, ભૂખ્યાને ભેજન આપ, આખું નગર ધ્વજા-પતાકાઓથી શણગારો. ને દશ દિવસ સુધી પુત્રને જન્મોત્સવ ઉજવે. આ સમાચાર સારા જુનાગઢમાં વાયુવેગે પહોંચી ગયા. ઘરે ઘરે આનંદ મંગલ વર્તાવા લાગ્યા. નગરજનો ખુશી મનાવવા લાગ્યા. રાજમહેલમાં સારા સારા ભેટણ આવવા લાગ્યા. અને કુંવરનો જન્મમહોત્સવ ઉજવાયો.
એક વખત એવું બન્યું કે દિલ્હીના સમ્રાટ અનંગપાળ તુવરની માતા યાત્રા કરવા નીકળ્યા. યાત્રા કરતાં કરતાં જુનાગઢ આવ્યા. તેને થયું કે આવી છું તો જુનાગઢની જાત્રા કરતી જાઉં. એટલે જુનાગઢ ઉતર્યા. તે સમયમાં યાત્રાળુઓ પાસેથી વેર લેવાનો રિવાજ હતો. અનંગપાળ તુવર તે સમયમાં મોટે સમ્રાટ ગણાતો હતો. તેની માતા પાસેથી વેર લેવું તે અપમાન કરવા જેવું હતું પણ રાજાના માણસે અનંગપાળની માતાને કહે છે વેરો આપ્યા વિના યાત્રા નહિ થાય. અનંગપાળની માતા કહે છે હું રાજમાતા છું. મારો દીકરો માટે સમ્રાટ છે. હું વેરો નહિ આપું. આ સમયે રાજાને કર્મચારીઓએ પૂછયું હોત તે વાંધો ને આવત. કોઈએ રાજાને વાત કરી નહિ ને વેરો લેવા માટે દબાણ કર્યું. રાજમાતાને લાગ્યું કે હું મોટા સમ્રાટની માતા ! આનું રાજ્ય અમારા રાજ્ય પાસે તો બચ્યું છે ને મારી પાસે ટેકસ લેવા આટલી બધી હઠ ! હું શેની ટેકસ આપું ! એને લાગ્યું કે મારું હડહડતું અપમાન કર્યું. રાજમાતાને ખોટું લાગ્યું ને યાત્રા કર્યા વિના પાછા ફર્યા. દિલ્હી આવીને પોતાના અપમાનનો બદલો લેવા અનંગપાળને પ્રેરણા આપી. માતાની વાત સાંભળી અનંગપાળના ક્રોધનો પારો આસમાને ચઢી ગયે. બસ, એ તે મારું બચ્ચું. એ મહિપાળ શું સમજે છે ? એને બતાવી દઉં. એણે મારી માતાનું આવું અપમાન કર્યું ? અપમાનને બદલે લેવા માટે અનંગપાળ મેટું લશ્કર લઈને કોઈ જાતના સમાચાર આપ્યા વિના એકાએક અચાનક જુનાગઢ ઉપર ચઢી આવે ને જુનાગઢને ફરતે ઘેરે નાખે.
ખબર હોય તે માણસ સાવધાન રહે. પણ આ તો અચાનક યુધ્ધ કરવાનું થયું. ખબર પડી કે અનંગપાળની પ્રબળ સેના જુનાગઢ ઉપર આવી છે ને ફરતે ઘેરે માર્યો છે. તરત મહિપાળ રાજા સાવધાન થયા ને જલ્દી સેના શસ્ત્રોથી સજજ કરીને લડાઈ શરૂ કરી. અનંગપાળનું સિન્ય વિશાળ હતું. થોડા દિવસ તે હિંમતથી લડયા પણ પિતાની બધી સેના યુદ્ધમાં ખપી ગઈ ત્યારે જીવનને મોહ છોડીને મહિપાળ રાજાએ યુધમાં કેશરીયા કર્યા. અનંગપાળે જુનાગઢ સર કર્યું. પિતાનો પતિ મૃત્યુ પામ્યા પછી જીવીને શું કરવાનું ? સતી સ્ત્રીઓ શીલના રક્ષણ માટે પ્રાણ આપે છે. જે જીવવાને મેહ કરે તે મુસ્લીમરાજા તેનુ શીયળ લૂંટે. એટલે