SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શારા શિખર એવા તપસ્વી સંતોની સેવા ભકિત અને ગુણગ્રામ કરવાથી જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. આજે આ સાત સ્થાનકની વાત કરવામાં આવી છે. મહાબલ અણગાર આવા તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાના વીસ બેલની આરાધના કરે છે. બાહ્ય તપની સાથે તેઓ આત્યંતર તપ કરતા હતા. આપણે ત્યાં પણ મા ખમણની તપશ્ચર્યાના માંડવડા રપાઈ ગયા છે. તપસ્વીઓના મુખ ઉપર તપના તેજ ઝળકે છે. આજે તે રક્ષાબંધનને દિવસ છે. આજે ઘણાં ભાઈએ હાથે રાખડી બાંધીને આવ્યા છે. આ તે એક લૌકિક પર્વ છે. વૈરને દૂર કરી વહાલથી આ પર્વ ઉજવવામાં આવે છે. જૈન ધર્મના નિયમાનુસાર રક્ષાબંધન કેને કહેવાય તેને આપણે વિચાર કરીએ. રક્ષાબંધન શબ્દના પાંચ અક્ષર છે. એ પાંચ અક્ષર તમને શું સૂચન કરે છે? ૨ : ૨ એટલે રમણતા હે ચેતન! તું રમણતા કર. એ રમણતા શેની? પૈસા રૂપી જડ પુદ્ગલની નહિ. જડ રનની નહિ પણ આત્મરમણતા, આત્મભાવમાં રમણુતા કરવાથી જીવ ત્રિરત્નની પ્રાપ્તિ કરી શકે છે. છ છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તિ અરિસાભવનમાં આત્મરમણતા કરીને આત્માના અધિપતિ બન્યા. તેનું કારણ શું? તે સંસારમાં રહેતાં હતા પણ રમતાં ન હતાં. એટલે આત્મભાવમાં રહેલા હતા. તમે બધા સંસારમાં રહે છે કે રમે છે? સંસારમાં કદાચ રહેવું પડે તે રહે ખરા પણ રમે નહિ. સંસારમાં રહે તે વિરાગ ભાવથી રહો. વિરાગમાંથી વિરતિના વાવેતર થશે ને સંસાર ભાવ વિરામ પામશે. સંસાર ભાવનું વિરામ થવાથી પરંપદાર્થનું વિસ્મરણ થશે ને સ્વઘરનું સ્મરણ થશે. માટે જ્ઞાની કહે છે તું સ્વને ભૂલીશ નહિ. સ્વને ભૂલીશ ને પરમાં ઝૂલીશ તે સંસારમાં ડૂલીશ. ભરત ચક્રવતિ સંસારમાં રહેવા છતાં સ્વને ભૂલ્યા ન હતા. તેને પરિણામે અરિસા ભવનમાં ભાવ ચારિત્ર આવ્યું ને ઘાતી કર્મો ઉપર ઘા કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું, પછી દ્રવ્ય–ચારિત્ર લીધું. કહેવાનું એ છે કે આભરમણતા કરીને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી ત્રિરને પ્રાપ્ત કર્યા. ક્ષા : એટલે ભગવાન કહે છે હે જીવ! તું ક્ષાયક સમ્યકત્વ પામ, સમ્યકત્વ પાંચ છે તેમાં ક્ષાયક સમ્યક્ત્વ શ્રેષ્ઠ છે. કારણ કે તે આવ્યા પછી કદી પાછું જતું નથી. એ સમ્યક્ત્વ આવ્યા પછી કેવળજ્ઞાન અને મોક્ષની શાશ્વત સિદ્ધિ મળે છે. ક્ષાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં પહેલાં જે આયુષ્યને બંધ પડ હોય તે જે ગતિને બંધ પાડ હેય તે ગતિમાં જવું પડે. બાકી તે ક્ષાયક સમકિતવાળે જીવ તે ભવમાં મોક્ષે જાય છે. અને આયુષ્યને બંધ પડ્યા પછી લાયક સમકિત આવ્યું હોય તે ત્રીજા ભવે મોક્ષમાં જાય છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy