________________
શારદા શિખર
૩૫૫ છે કે આવી લાંબી મુસાફરી મફત કરાવે છે. એક પાઈને પણ તમારી પાસે ચાર્જ માંગતા નથી. એવા ગુરૂઓ આપણને તારે છે. તમારે ભવસાગર તરે છે ને ? તે સંત રૂપી જહાજમાં આવીને બેસી જાઓ. આ જહાજમાં કઈ બેસે કે ન બેસે પણ એ તે તરવાનું છે. વીતરાગપ્રભુની આજ્ઞામાં વર્તનારા પંચમહાવ્રતધારી સંત તિનાણું તારયાણુંપિતે સંસાર સમુદ્ર તરે છે ને બીજાને તારે છે. વીતરાગી સંતે પાસે તમે બે ઘડી જઈને બેસશે તે પણ તમારી પાસે વૈરાગ્યની વાત કરશે. પણ સંસાર સબંધી વાત નહિ કરે. સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા કે રાજકથા સાધુ કરે નહિ. પણ ધર્મકથા કરે. ધર્મકથા કરવાથી કર્મોની નિર્જરા થાય છે. અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનની પ્રભાવના કરવાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. આવી ધર્મકથાના સંભળાવનાર, પ્રવચનની પ્રભાવના કરનાર અને સંસારના કાદવમાંથી બહાર કાઢનાર ગુરૂને આપણા ઉપર મહાન ઉપકાર છે. વિનયવાન શિષ્યો તે કોઈ પણ કાર્ય કરે તેમાં પિતાના ગુરૂનો ઉપકાર માને છે. જે કંઈ થાય તે બધે મારા ગુરૂને ઉપકાર છે. ને તેમની કૃપાને પ્રતાપ છે. વિનયવાન શિષ્યના હદયના ઉદ્ગાર કેવા નીકળે? તમે મારા અનંત ઉપકારી (૨) ગંદાવનમાં મારે માટે પાવન કેડી તમે પાડી
ગુરૂજી.ગુરૂજી તમે મારા આ દુનિયા તે અંધારું એક વન, કિરણના ક્યાંયે થાયે ના દર્શન,
ફાંફા મારું જ્યાં ત્યાં અથડાઉ, અંધા જેવું કશું હું વર્તન, અનુકંપા જાગી તમને સાચી દિશા મને સૂઝાડી.ગુરૂજી ગુરૂજી તમે મારા
હે ગુરૂદેવ ! આ સંસાર રૂપી ગંદાવનમાંથી તમે મને કલ્યાણની પાવન કેડી પર લાવ્યા. અજ્ઞાનરૂપી અમાવાસ્યાના ઘોર અંઘકારને મારા જીવનમાંથી દૂર કરીને આપે જ્ઞાનરૂપી સર્ચલાઈટને પ્રકાશ પાથર્યો. એવા હે ગુરુદેવ! આપ મારા અનંત ઉપકારી છે. આપને ઉપકાર તે સહેજ પણ ભૂલીશ નહિ. આ રીતે હૃદયના શુદ્ધ ભાવપૂર્વક ગુરૂના તેમજ સ્થવિર સાધુઓના ગુણગ્રામ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. જે તપસ્વીએ ઇન્દ્રિઓનું દમન કરીને તપ કરે છે તેમના પણું ગુણગ્રામ કરવા. તપ બાર પ્રકાર છે. છ પ્રકારને બાહ્યતપ અને છપ્રકારને આત્યંતર તપ, આત્યંતર તપની સાથે બાહા તપની પણ જરૂર પડે છે. જેમ હીરે કાગળના પડીકામાં મૂકે છે પણ તેને વીંટીમાં જડી દેવામાં આવે તો તેની શોભા વધે છે. તેમ આત્યંતર તપ હીરા જેવો છે. પણ તેને બાહ્ય તારૂપી ખોખામાં જડી દેવામાં આવે તે તેની શોભા ઓર વધી જાય છે. કેઈ પણ જાતની પ્રશંસાની આશા રહિત, માયા કપટ રહિત, કર્મ નિર્જરાના હેતુથી જે તપસ્વીઓ તપ કરે છે તેમને તપ શુધ્ધ છે.