________________
શા શિખર લખજે. આ બધું લખીને બહેને પત્ર રવાના કર્યો. પત્ર ભાઈને ત્યાં પહોંચ્યા પણ કુદરતને કરવું કે ભાઈ ઘેર હાજર ન હતા. પત્ર ભાભી સાહેબના હાથમાં ગયે. નણંદના અક્ષર ઓળખી ગઈ. એટલે કવર ફેડીને પત્ર વાં. ને ફાડીને ગટરમાં ફેંકી દીધો. એના ભાઈના હાથમાં કાગળ જાય તે વાંધો આવે ને ?
ભાઈને તે બહેનનો પત્ર આવે તે બાબતમાં કાંઈ ખબર નથી. બહેનને શ્રધ્ધા હતી કે મારા ભાઈએ ભલે મને સાત સાત વર્ષથી તેડાવી નથી પણ મારો પત્ર વાંચીને એનું હૈયું પીગળી જશે ને મને જરૂર તેડાવશે. બહેન ભાઈના પ્રત્યુત્તરની રાહ જુવે છે. ત્રણ ચાર કરતાં આઠ દિવસ ગયા પણ ભાઈનો પત્ર આવ્યા નહિ. ત્યારે સાસુએ કહ્યું કે ભાઈ..ભાઈ કરે છે. પણ જે, તારા ભાઈનો કાગળ આવ્યો? એ તે તને ક્યાંય ભૂલી ગયા છે. માટે ભાઈને ભૂલી જા. સાસુના મહેણુથી વહનું કાળજું ચીરાઈ જાય છે. પણ શું કરે ? બંધુઓ ! બહેનને ભાઈ ન બોલાવે તે સાસરીયામાં કેટલું સહન કરવું પડે છે તેનો વિચાર કરજે. અને જે ભાઈ બહેનને ભૂલી ગયેલ હોય તે આવતી કાલે રક્ષાબંધનના દિવસે બહેનને યાદ કરે. રક્ષાબંધનના દિવસે ભાઈ વિનાની બહેન રડે છે. દિવાળીમાં લેકે સારા કપડાં, દાગીના પહેરી હરવા ફરવા નીકળે, મેવા મીઠાઈ ઉડાવે ત્યારે ગરીબને ગોળની કાંકરોના સાંસા હોય છે. એટલે ગરીબ રડે છે. ત્યારે પર્યુષણ પર્વમાં ગરીબ, શ્રીમંત, મધ્યમ સહુને આનંદ આનંદ હોય છે.
આ બહેને ભાઈને ત્રણ ત્રણ પત્રો લખ્યા. તે બધા ભાભીના હાથમાં ગયા. ને તેણે ફાડીને ફગાવી દીધા. પણ એના ભાઈને ગંધ પણ આવવા દીધી નહિ. રક્ષાબંધનને દિવસ પણ ચાલ્યો ગયો ને બહેનની આંખમાં આંસુ સૂકાતા નથી. એક દિવસ એના ગામને કોઈ માણસ આવ્યું. તેની સાથે બહેને ચિઠ્ઠી લખીને મોકલાવી અને કહ્યું કે મારા ભાઈને હાથોહાથ કાગળ આપજે. તેમાં બહેને લખ્યું હતું કે વીરા ! ત્રણ ત્રણ પત્રો લખ્યા પણ તારે જવાબ નથી. ભાઈ! મારે તારી કઈ ચીજ લેવી નથી. પણ મારી સાસુ મને બહુ મહેણું મારે છે તે મારાથી સહન થતા નથી. માટે મારી સાસુના મહેણાં ભાંગવા તું મને એક વખત તારે ઘેર તેડાવજે. પેલા ભાઈએ બહેનના ભાઈની દુકાને જઈને પત્ર આપ્યું. પત્રમાં બહેનના આંસુ પડેલાં છે. પત્ર વાંચતાં ભાઈ નું હૈયું ભરાઈ ગયું ને હૃદય પીગળી ગયું. તે સમજી ગયે કે બહેનનાં ત્રણ ત્રણ પત્રો એના ભાભીના હાથમાં ગયા હશે. એણે મને ખબર પડવા દીધી નહિ. ગમે તેમ તો ય એક લેહીની સગાઈ છે. ભાઈ ખૂબ રડી પડયો. મેં પાપીએ સાત સાત વર્ષથી બહેનની ખબર ન લીધી ત્યારે એને સાસુનાં મહેણું સાંભળવા પડ્યા ને? બસ, હવે તે ગમે તેમ કરીને મારી બહેનને તેડી લાવું.