________________
શારદા શિખર મહાન શ્રેષ્ઠ છે. આવું શ્રેષ્ઠ સ્થાન પામ્યા પછી સાધુને એક ધ્યેય હોય છે કે આ ચતુર્ગતિની વિષમ ઘાટીને મારે જલ્દી ઓળંગી જવી છે. સંસારના ગીત ઘણાં લલકાર્યા. હવે તે મારે વીતરાગતાના ગીત લલકારવા છે. પુદ્ગલનાં પિટલાં અનંત ભવથી ઉંચક્યા. હવે તે એ પિટલાનો ભાર ઉતારી આત્માને હળ બનાવે છે. અને બંધનમાંથી મુકિત મેળવવી છે. બસ, એ જ સાધુને ધ્યેય હોય છે. આવા ઉત્તમ દયેયને છેડીને જે સાધુ ક્રોધ-માન-માયા-લભ-રાગ અને દ્વેષમાં જોડાય છે તેને પારકે પલ્લે વળગે છે. ભગવાન કહે છે જ્યારે આ પલ્લે તારા ઉપર આક્રમણ કરે ત્યારે ક્ષમા, સરળતા, નિર્લોભતા આદિ શસ્ત્રો હાથમાં લઈને તમે એ પલ્લા ઉપર કર હલ્લો.” તે એ પલે તમારામાં પ્રવેશી શકશે નહિ. જ્યારે માન આવે ત્યારે વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં મેટા ઈન્દ્રો અને દેવ નમતા હતા. એમની સેવામાં હાજર રહેતાં હતાં. મોટા રાજા-મહારાજાએ તેમની પાસે આવતાં હતાં. છતાં તેમને અહં ન હતું. તે હું ક્યા સીમાડાને ! આ વિચાર કરો તે અહં ઓગળી જશે.
પલા ઉપર હલ્લો કરીને ગુણગાણાથી ભરજે ગલો. ભગવંત કહે છે કે તને ગુણ ગાવાનું મન થાય તે તારા પિતાનાં ગાણું ગાવા ન બેસીશ કે જગતનાં ગાણું ગાવા ન બેસીશ. પણ અરિહંતના, સિદધ ભગવાનના, ગુરૂનાં ને મહાન પુરૂષનાં ગુણલા ગાજે તે મહાન પુરૂષોમાં રહેલા ગુણ તારામાં આવશે. અને આત્મા એક દિવસ ગુણગુણને ભંડાર બની જશે. એટલે ગુણથી ગલે ભરાઈ જશે. પણ પરના ગુણ ગાવાથી તે ગુણને ગલ્લે ખાલી થઈ જશે. આ જગત તે તને એક વખત ઊંચે ચઢાવી દેશે ને વળી ક્યારેક ઉંચેથી નીચે પટકી દેશે. માટે જગત ભાવમાં નહિ જોડાતાં જગતની ગુલામી નહિ કરતાં વીતરાગના કાયદાને અનુસરો. એમની આજ્ઞામાં રહેશે તે કલ્યાણ થઈ જશે. મહાન પુરૂષોનાં ગુણગ્રામ કરીને આત્માએ જે ગલે ભરેલ છે તેને સ્થિરતા-સાવધાની પૂવક સંભાળજે. એમાં ક્યારેય કષાયના ડાકુઓ પ્રવેશી ન જાય તે માટે સજાગ રહેજો. જ્ઞાની કહે છે ગુણગ્રામથી ગલ્લે ભરીને જે જે પાછા પાપને પેલે પકડવાની ભૂલ નહિ કરતા.
બે મિત્રો હતા. એક વખત તે બંને મિત્રો વિદ્યાભ્યાસ કરવા માટે એક ગુરૂની પાસે ગયા. ગુરૂ ખૂબ જ્ઞાની હતા. બંને મિત્રોએ ઘણો લાંબા વખત ગુરૂની પાસે રહીને ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બંને મિત્રો ખૂબ બુદ્ધિશાળી હતા. બંને સરખું જ્ઞાન પ્રાપ્ત કરી વિદ્વાન બનીને પોતાના ગામમાં આવ્યા. બંને એ જ્ઞાન એક ગુરૂ પાસેથી સરખું મેળવ્યું હતું પણ બંનેના હૃદયમાં જુદી રીતે પરિણમ્યું, માણસ દ્વધ પીવે તો શરીર પુષ્ટ બને ને સર્પના મુખમાં જાય તે વિષ રૂપે પરિણમે છે. તેમ એક મિત્ર ખૂબ સરળ હતો, તેની પાસે જે કંઈ આવે તેને સરળતાપૂર્વક જ્ઞાનને લાભ આપતિ