________________
११
અરદા શિખર વાણી છે. એ વાણી ઉપર જે જીવને શ્રધ્ધા થાય તે બેડો પાર થઈ જાય. ભગવાન કહે છે કે હે ભવ્ય છે ! આ સંસાર અસાર છે તેમાં રાચવા જેવું નથી. જેને સંસાર અસાર લાગે છે તે સંસારના બંધને તેડીને નીકળી જાય છે. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનમાં સાત અણગારની વાત ચાલે છે. તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. તેમને સંસાર કે લાગ્યો હશે ?
"असासयं हट्ठ इमं विहारं, बहु अंतरायं न य दीहमाऊ।"
બંધુઓ ! દીક્ષા કેણ લઈ શકે ? જેમને સંસાર કડવો લાગે તે લઈ શકે. દીક્ષા લેવા માત્રથી કલ્યાણ નહિ થાય પણ જીવનમાં પરિવર્તન લાવવું પડશે. વીતરાગ પ્રભુના શાસનને બરાબર વફાદાર રહેવું પડશે જે વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર રહે છે તે ચારિત્ર ભાવમાં ટકી રહે છે. ને ચારિત્રના બાગમાં રમણતા કરી શકે છે. જેને સંસારને આનંદ ઉઠી જાય તે ચારિત્રને આનંદ માણી શકે. તમને જે સ્થાનમાં આનંદ ન આવે તે સ્થાનને છોડી દો છો તેમ જેને સંસારમાં આનંદ નથી આવતે તે સંસાર છોડીને સંયમી બને છે. તમને સમજાય છે કે આ સંસારના સમસ્ત સુખ નાશવંત છે ને જીવન પણ અનિત્ય છે. દશવૈકાલીક સૂત્રની પહેલી ચૂલિકામાં ભગવંતે કહ્યું છે કેઃ “જિજે હુ મા મજુવાળ વવિઘ કુતરા જ જિતુ રં ? મનુષ્યનું જીવન અનિત્ય અને ડાભની અણી ઉપર રહેલા ઝાકળના પાણીના બિન્દુની માફક ચંચળ છે. આયુષ્ય બહુ અલ્પ છે. તેમાં પણ ઘણી અંતરાયે આવે છે. ૫૦-૬૦ કે ૧૦૦ વર્ષના આયુષ્યમાં પણ આ શરીર “વાહી તેના માસ્ટર” વ્યાધિઓ અને રેગેનું ઘર છે. તેમાં કયારે ટી.બી, કેન્સર, ન્યુમોનીયા ડાયાબીટીશ, ટાઈફોઈડ, જલંદર, ભગંદર આદિ રોગોને ઉપદ્રવ થશે તેની ખબર નથી. આજે તે માણસ સાજે સારે બેઠો હોય ને હાર્ટએટેકને હુમલે આવી જાય છે. આવી વાત જેને સમજાય છે તે સંસારને મેહ છોડે છે. વિચારજો. આ જીવનને વિશ્વાસ કરવા જેવું નથી. જ્યાં સુધી શરીર સાજું છે ત્યાં સુધી બધી કુદાકૂદ છે. પણ શરીર રેગથી ઘેરાઈ જશે ત્યારે ખાવું-પીવું–હરવું-ફરવું કંઈ નહિ ગમે. જીવન પરાધીન બની જશે ત્યારે જંપીને બેસશે તેના કરતાં જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધીમાં સમજીને ધર્મની આરાધના કરી લે.
મહાબલ અણગાર આદિ સાતે અણગારોએ સંસારની અસારતા અને અનિત્યતા સમજીને સંયમ લીધે છે. સંયમ લીધા પછી કર્મ ખપાવવા જ્ઞાન-તપ-વૈયાવચ્ચ આદિ સાધનામાં લીન બન્યા છે. પાંચ પાંચ ઉપવાસ સાથે કરે છે. જ્યારે પારણું હોય ત્યારે સંતે ગૌચરી કરવા જાય. એ ગૌચરી કરીને આવે ત્યારે મહાબલ અણગાર કંઈક કારણ બતાવી પારણું ન કરે. ત્યારે આ છ અણગારોના દિલમાં ખૂબ દુઃખ થતું કે