SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શારદા શિખર જ્યાં માથે ચકમકતી તીણ તલવાર ઝૂલતી હોય ત્યાં નિશ્ચિત થઈને શાંતિથી બેસવાનું હોય? કાચા સૂતરના તાંતણે બાંધેલી તલવાર ક્યારે તૂટી પડશે તેની ખબર નથી. જ્ઞાની કહે છે કે તારું આયુષ્ય કાચા સૂતરના તાંતણે બાંધેલી તલવાર જેવું છે. આવું સંતના મુખેથી ઘણીવાર સાંભળ્યું હશે છતાં મેહના કીચડમાં પડી અમૂલ્ય આયુષ્યને વેડફી રહ્યાં છે. માનવભવની એકેક ક્ષણ હીરાકણી કરતાં પણ કિંમતી છે. તેને ખ્યાલ આવે છે? કંઈક હોંશિયાર માણસે તે કહે છે અને ઘડપણમાં ગોવિંદના ગુણ ગાઈશું. પણ વિચાર કરજે. ઘડપણમાં ગોવિંદના ગુણ ગાશે કે ગુણ ભરશો ? તેની ક્યાં ખબર છે? આ કર્મરાજા કેને જ્યારે કેવી હાલતમાં મૂકી દેશે ને ઘડપણમાં કેવી સ્થિતિ આવશે તે ક્યાં ખબર છે? ઘણીવાર જોવા મળે છે કે માતા-પિતા પુત્ર માટે બધું કરી છૂટે છે પણ વૃધ્ધાવસ્થામાં કર્મરાજા માતા-પિતાની કેવી સ્થિતિ કરાવે છે! પુત્રના હાથમાં સત્તા આવી જાય એટલે મા બાપને દાસ બનાવી દે છે અને નેકરની જેમ કામ કરાવે છે. આવું કંઈક જગ્યાએ બને છે. બેલે, ઘડપણમાં આવી મજુરી કરવાને વખત આવે તે ગુણ ઉપાડયા કહેવાય ને ? આ વખત આવે તેના કરતાં અત્યારે સમજીને સત્કર્મો કરી લો. તે કલ્યાણ થાય. આ અવસર ફરીને નહિ મળે. ઘરમાં એકાદ માણસ જો ધમષ્ઠ હશે તો ઘરનાં માણસોને સાચા માર્ગે વાળશે. પણ જે કઈને ધર્મની શ્રધ્ધા નહિ હોય તે તે સંસારની મજુરી કરીને કર્મ બાંધશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક નગરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા, શેઠ શ્રાવક હતા પણ તે પૈસાની પાછળ પાગલ હતા. એમનું પુણ્ય પણ પ્રબળ હતું એટલે વહેપારમાં નફનફે ને નફો થતે, પૈસાની રેલમછેલ હતી. શેઠ વહેપારના કામમાં ઓતપ્રેત રહેતા પણ ધર્મનું નામ તેમને ગમતું નથી. તે નવરા બેઠા હોય ત્યારે પણ તેમના મગજમાં તો વહેપારની રમણતા હોય. ચેપડા લખવા, ચોપડા તપાસવા, કોને મળવા જવું વિગેરે વાતો મગજમાં રમતી હોય ત્યાં આત્માની ચિંતા કે ધર્મ કયાંથી કરે? બંધુઓ ! લક્ષ્મીની મમતા એવી ભયંકર ચીજ છે કે એ ધર્મને ભૂલાવી દે છે. એટલું જ નહિ પણ પરલેકમાં મારા આત્માનું શું થશે ? એની ચિંતા પણ નથી. આ શેઠનું નામ સુખલાલ હતું. બસ પૈસા કમાવા, પુગલના સુખમાં મસ્ત રહેવું. એ સિવાય બીજી વાત નહિ. પણ એમના ભાગ્યોદયે પત્ની ખૂબ ધમીંડ સુશ્રાવિકા હતી. શેઠાણીને ધર્મ બહુ ગમતો ને શેઠને ધર્મ ગમતો નહિ તેથી તેને ખૂબ ચિંતા થતી. વૈભવનું સુખ હોવા છતાં એ સુખ શેઠાણીને સહેજ પણ ગમતું નહિ, જ્યારે જુઓ ત્યારે શેઠાણીનું મન ઉદાસ હોય, એક વખત શેઠાણીની સખીઓ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy