________________
શારદા શિખર
૩૩૫
છે. અજ્ઞાન દૂર થતાં ખાદ્ય પદાર્થો ઉપરથી મમતા એછી થાય છે, તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરશે તો સમજાશે કે આપણું જીવન અનિત્ય છે ને કેટલુ અલ્પ છે ! સુયગડાયંગ સૂત્રમાં ભગવંત કહે છે કે.
इह जीवियमेव पासहा, तरुण एवा ससयस्स तुट्टइ ।
ફત્તર વાતે ય મુદ્દાહ, વિષ્યના જામેનુ મુઝિયા સૂય. સ.અ.ર ઉ.૩ ગાથા ૮
આ લેાકમાં પ્રથમ તો પેાતાના જીવન કાળને દેખા. જીવન અનિત્ય રહેલુ છે. વળી આવીચિ મરણુથી પ્રતિક્ષણ વિનાશી છે. ભલે મનુષ્યનું જીવન ૧૦૦ વર્ષનુ (જબુદ્વીપ પન્નતીમાં મનુષ્યનું આયુષ્ય સેા (૧૦૦) વર્ષ ઝાઝેરું કહેતાં ખસેા વર્ષોમાં કંઈક ઉણું પણ કહ્યું છે.) કહેવામાં આવ્યું છે. પરંતુ કાઈ વાર તરૂણ અવસ્થામાં પશુ તીવ્ર અધ્યવસાય (અત્યંત હર્ષ અથવા અતિ શૈાક) અને શસ્રાદિ નિમિત્ત રૂપ ઉપક્રમે દ્વારા પણ તે જીવનનો અંત આવી જાય છે. તેથી આ જીવનને અલ્પ કાલીન નિવાસ સ્થાન સમાન સમજો. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ સત્-અસના વિવેક વિનાના મનુષ્યા કામભેાગેામાં ગૃધ્ધ અને મૂતિ થઈ ને નરકાદિની યાતનાઓ પ્રાપ્ત કરે છે. દેવાનુપ્રિયા ! તમને આ વાત સમજાય છે ? ભગવાને કેવા સુંદર ઉપદેશ આપ્ચા છે! તમે માની રહ્યા છે કે હજુ તો જિંદગી ઘણી ખાકી હૈં. અત્યારે નાણાં કમાઈ લઈ એ, મેાજશેાખ અને ભાગવિલાસની મસ્તી માણી લઈએ પછી નિરાંતે ધર્મ ધ્યાન કરીશું. પણ વિચાર તો કરે. તમારી જિંદગી કેટલી ? અત્યારે વધુમાં વધુ આયુષ્ય અસેા વર્ષીમાં શું છે. તેમાં પણ સુખપૂર્ણાંક લેાગવી શકશે એવું બધા જીવાને નથી હાતું. કારણ કે સંસાર ઉપાધિઓથી ભરેલા છે.
એક તા આયુષ્ય અલ્પ છે ને ક્યારે રોગ આવશે તેની ખખર નથી. વળી સાત કારણે આયુષ્ય તૂટે છે તેમ જ્ઞાનીએ મતાવ્યું છે. કદાચ માની લેા કે કેઇનું પરિપૂર્ણ આયુષ્ય હાય પણ દેવના આયુષ્યની અપેક્ષાએ કેટલું અલ્પ છે! દેવેશનુ એછામાં એન્ડ્રુ આયુષ્ય દશ હજાર વર્ષોંનું અને વધુમાં વધુ ૩૩ સાગરોપમનું છે. વળી એમનુ આયુષ્ય તૂટવાનુ નથી. એને કાઈ રોગ આવવાના નથી. દેવાના સાગરોપમના આયુષ્યકાળની અપેક્ષાએ મનુષ્યનું આયુષ્ય આંખના પલકારા જેવું છે ને સિન્ધુમાં ખિન્દુ જેટલુ છે. માટે જ્ઞાની કહે છે ખીજા ભવની વાત તે દૂર રાખેા પણ આ ભવમાં સકળ સુખનું સ્થાન એવા પેાતાના જીવન તરફ સૌથી પહેલાં દૃષ્ટિ કરો. આ જીવન અનિત્યતાથી યુક્ત છે અને આવીચિ મરણુ વડે ક્ષણે ક્ષણે વિનાશી છે.
આવીચિ મરણ એટલે શું ? જેમ સમુદ્રના તર ંગા ક્ષણે ક્ષણે ઉપર ઉઠે છે ને પાછા સમાઈ જાય છે તે રીતે ક્ષણે ક્ષણે આયુષ્યનું ક્ષીણ થવું તે આવીચિ મરણ છે, આવું મનુષ્યનું જીવન ક્ષણિક છે. છતાં બધા નિશ્ચિત થઈને કેમ એડ઼ાં છે?