________________
શારદા શિખર
૩૧૯ કર્મ બંધાય છે. માટે સાધના કરે તે માયા રહિત કરો. પુરૂષ માયા કરે તે સ્ત્રી થાય, સ્ત્રી માયા કરે છે. નપુંસક થાય નપુંસક માયા કરે તે પાંચ સ્થાવરમાં જાય. તે માટે માયા રહિત ક્રિયા કરે.
મહાબલ અણગારે સંસાર અર્થે, ધન કે રાજ્ય અર્થે માયા નથી કરી પણ તપમાં કરી છે. તમે માયા શેમાં કરી રહ્યા છે? તપમાં માયા કરી તે તેનું ફળ કેવું મળ્યું તે તે આપ આગળ સાંભળશે. પરંતુ સંસારમાં તે છ ડગલે ને પગલે માયા કરે છે. એક ભાઈ બીજા ભાઈને ધંધા બાબતમાં પૂછે તે સાચી રીત ન બતાવતા માયા-કપટ કરીને જુઠું બેલે. ધર્મમાં માયા નુકશાન કરે છે તે સંસારની માયા કેટલું નુકશાન કરશે?
મહાબલ અણગાર સહિત સાતે મુનિઓએ અઠ્ઠમ કર્યો છે. અઠ્ઠમના પારણાના દિવસે છ મુનિએ ગૌચરી ગયા ત્યારે મહાબલ મુનિએ થે ઉપવાસ કર્યો. છતાં છ એ મુનિઓના મનમાં બીજો વિચાર આવતું નથી. પણ તેઓ ખૂબ નિર્દોષ અને પવિત્ર હેવાથી મહાબલ મુનિ જેટલા ઉપવાસ કરે તેટલા તે ઉપવાસ કરતા હતા. મહાબલ મુનિના જીવનમાંથી આપણે એ સમજવાનું છે કે ધર્મની માયા નુકશાન કરે છે તે સંસારની માયા કેટલું નુકશાન કરે! માટે સરળતા, મૃદુતા કેળવતા શીખે. સરળતાથી, ભદ્રિકતાથી ને કમળતાથી સાધના થાય છે તે સાધના સિદ્ધિના સંપાનને સર કરાવે છે.
બંધુઓ! સાધક આત્મા પિતાના જીવનમાં કઈપણ પ્રકારની સિદ્ધિને હાંસલ કરવા ઈચ્છતા હોય તે સર્વ પ્રથમ તેણે શ્રદ્ધાવાન બનવું જોઈએ. શ્રદ્ધાના અભાવમાં કયારે પણ મનમાં દઢતા, સાહસ અને સંકલ્પશક્તિ ઉત્પન્ન થઈ શક્તી નથી. મેટા વિદ્વાન પણ જે મનમાં સંપૂર્ણ શ્રધ્ધા નથી રાખતા તે તેની વિદ્વતાનું કઈ મૂલ્ય નથી રહેતું. ભલે તે શાસ્ત્રો અને ધર્મ ગ્રન્થ ભણીને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હોય અથવા પોતાના જીવનને વધુ સમય તે શાસ્ત્ર ભણવામાં વ્યતીત કરતે હોય પરંતુ જે તેના મનમાં સાચી શ્રધ્ધા નથી હોતી તે આટલું ભણવા છતાં કે રહે છે. તેના હૃદયમાં અધ્યાત્મ રસનું ઝરણું વહેતું નથી. જેના હૃદયમાં વીતરાગ પ્રત્યે ને વીતરાગના શાસ્ત્રો પ્રત્યે શ્રધા હોય તેના હૃદયમાં હંમેશા આત્માનંદનો અનુભવ થાય છે ને અધ્યાત્મ રસની ગંગા વહેતી રહે છે. અહીં મને એક એતિહાસિક વાત યાદ આવે છે.
“આત્માનંદની અપૂર્વ અનુભૂતિ” : સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં તાનસેન નામના સંગીતકાર ખૂબ પ્રશંસક હતું, તેથી તેને અકબરના દરબારમાં ઘણું સન્માનીય સ્થાન પ્રાપ્ત થયું હતું. તાનસેન જ્યારે ગીત ગાવા