SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ યારા શિખર પણ આત્માના લક્ષે મોક્ષ તત્વની શ્રદ્ધાપૂર્વક સાધના કરી નહિ હોય તેથી સંસારમાં રઝળ્યો છું. પણ હવે મારે આ સંસારમાં રઝળવું નથી. હું એવી શ્રદ્ધાપૂર્વક સાધના કરું કે જલદી મારે કર્મથી છૂટકારો થાય. અભવી જીવે સાધુપણું લે છે પણ તેને તત્વની શ્રધ્ધા નથી તેથી તેને મેક્ષ થતો નથી. સાધુપણું તે એવું પાળે કે ચાલે પૂંછ પૂજીને, લૂખો-સૂકે આહાર કરે, તપ કરે, સંયમમાં પરિષહ આવી જાય તે સમભાવથી સહન કરે. કેઈ મીઠાના ચાબખા મારે કે વાંસલાથી વીંધી નાખે તે આંખને ખૂણે લાલ ન થવા દે, અણુમાં પણ ક્રોધ ન આવવા દે છતાં તેને મોક્ષ કેમ નથી થતો ? તેનું પ્રથમ કારણ તેને તત્વની શ્રધ્ધા નથી. અને લોકેષણની ખૂબ ઈચ્છા છે. ને માન–પ્રશંસાની ભાવના છે. અંતરમાં કામના છે કે ઉગ્ર ચારિત્ર પાળીએ તે દેવલેકના દિવ્ય સુખો મળે. આવી ભાવનાથી અભવી આવું કઠીન ચારિત્ર પાળે છે. કષ્ટ વેઠે છે પણ તેના કર્મની નિર્જરા થતી નથી. માત્ર પુણ્ય બંધાય છે, કારણ કે તેને મોક્ષની રૂચી જ નથી. જ્યારે ભવી જીવે એ વિચાર કરે કે હું સમતા ભાવમાં રહી શુધ ચારિત્રનું પાલન કરું, તપ કરું તે મારા કર્મો ક્ષય થાય ને જલ્દી શાશ્વત સુખને પામું, આવી શ્રદ્ધાપૂર્વક જે ચારિત્રનું પાલન કરે છે તે કર્મો ખપાવીને મેક્ષમાં જાય છે. આત્માથી સંત કૈવણમાં પડીને પિતાના ચારિત્રમાં દેષ લગાડે નહિ. ચારિત્રવંત સાધુ આહાર કરે તે પણ તેની ભાવના કેવી પવિત્ર હોય છે ! પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે अक्खो वंजणाणु लेवण भूयं, संजम जाया मायणिमित्तं । संजम भार वहणट्टयाए, भुजेज्जा पाण धारणट्ठयाए॥ જેવી રીતે ગાડી ચલાવવા માટે તેના પૈડામાં – અંજન (તેલ) પૂરવું પડે છે. ઘાને રૂઝવવા માટે તેના ઉપર લેપ-મલમ આદિ દવા લગાવવી પડે છે. તેવી રીતે સાધુને સંયમ યાત્રા વહન કરવા માટે તથા પ્રાણીની રક્ષા કરવા માટે આહાર કરવાની જરૂર પડે છે. ભગવતીજી સૂત્રમાં પણ કહ્યું છે કે મારો શ્રમણ શા માટે અને કેવી રીતે भाडा२ ४२ ? "सजम भार वहणट्ठयाए बिलमिव पन्नग भूएणं अप्पाणेणं आहार માદા ” સાધુ-સાધ્વી સંયમભારને વહન કરવા માટે આહાર કરે પણ તે કેવી રીતે? જેમ સર્પ તેના દરમાં સીધે પ્રવેશ કરે છે. તે ક્યાંય આડો અવળે જ નથી તેવી રીતે સાધુ પણ સ્વાદની ઈચછા રહિત બનીને મોઢામાં ફેરવ્યા વિના માત્ર ઉદરપૂર્તિ માટે આહાર કરે. તે ગરીબ-શ્રીમંતના ભેદ વિના ગૌચરી કરે. “દત્ત નીજ મક્ષિક યુગમળે” ઉંચ-નીચ અને મધ્યમ કુળમાં સાધુ ગૌચરી માટે જાય. સાધુને ઉચનીચ અને મધ્યમ એમ બાર કુળની ગૌચરી કપે છે. સાધુ ગૌચરી નીકળે ત્યારે તેને મન ગરીબ-મધ્યમ–અને શ્રીમંત સબ સરખા છે, સંતના મનમાં કઈ જાતને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy