SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શારદા શિખર કાઈ પણ રીતે આત્મભાવથી ચલિત થયા નહિ. કારણકે તેમના આત્મા ધર્મરૂપી બગીચામાં બેઠા હતા. ચલિત કરવા આવનાર છેવટે થાકયા પણ રાજા ચલિત ન થયા. ભગવાન મહાવીરસ્વામીને ચલિત કરવા ઘણાં ઉપસગે અને વિઘ્ને આવ્યા છતાં તેએ પોતાની સાધનામાંથી ચલિત ન થયા. પ્રભુએ કાઈના ઉપર નથી ક્રોધ કર્યો કે નથી સમતા ગુમાવી. ધના અગીચામાં તેા શાંતિ હૈાય છે. તેમાં બેસનારેશ નિજ ઘરનો આનă ને સુખ માણી શકે છે. ખંધુએ ! એક વખત તલસાટ ઉપડવા જોઈ એ કે કયારે નિજ ઘરમાં પ્રવેશ કરું? ભટકવુ કયાં લગી તારે, પ્રવાસી પથ બદલી લે (૨) પહેાંચવા મુક્તિના દ્વારે, પ્રવાસી પથ બદલી લે (ર) જો તમારે મેાક્ષમાં જવું હાય તા હવે રાહ બદલે.. વિષયા તરફથી વૃત્તિને વાળીને વૈરાગ્યમાં લાવા. તમારે રહેવા માટે ઘરનું ઘર ન હોય તેા વિચાર કરે છે કે કયાં સુધી ઘર ખદલાવીશું ? પણ કદી એવા વિચાર થાય છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં કયાં સુધી ગમનાગમન કરીશ ? અને આ દેહ રૂપી કાથળામાં કયાં સુધી પૂરાઈ રહીશ? જ્યારે આવા વિચાર આવશે ત્યારે આત્માની ાનક બદલાઈ જશે. જેમ કોઈ માણસ પહેલાં ગરીબ હોય ને પછી ધનવાન અને ત્યારે એના ખાનપાન, પહેરવેશ બધી રાનક ખદલાઈ જાય. તેમ આત્મા મિથ્યાત્વના ઘરમાંથી સમ્યક્ત્વના ઘરમાં આવે છે ત્યારે પુદ્ગલ ભાવની પ્રીતિ છેડીને તેને પરમાત્માની સાચી પ્રીતિ થાય છે. દેવાનુપ્રિયા ! આ સંસારમાં પુદ્ગલભાવમાં આત્માએ પ્રીતિ માંધી છે, જેમાં રાચીને આનંદ માને છે તે બધું અનિત્ય છે. જે અનિત્ય વસ્તુ છે તેમાંથી કદી નિત્ય સુખ મળતું નથી. નિત્ય શું અને અનિત્ય શુ તે તમે જાણેા છે ? હું તમને પૂછું છું કે આ ભવ્ય અવનીના તટ પર સુરમ્ય ભાસતી ભવ્ય વસ્તુએ નિત્ય છે કે અનિત્ય છે ? જગતને જીતનારી, દુનિયામાં દેવી રૂપે મનાતી, અને માનવના હૃદયમાં અણઝણાટી પ્રગટાવનારી લક્ષ્મી શુ` સદા સ્થિર રહેવાની છે ? રૂપરૂપના અવતાર સમી આ કંચનવણી કાયાનું ફુલ સદા ખીલેલું રહેશે ? જ્યારે કાયાનું કુસુમ, વૈભવના વીરડાએ સદાકાળ સ્થિર નથી તેા માનવે કલ્પેલ અન્ય સુખ અને સાધનોનુ' તે પૂછ્યું શું? સંસારનું સુખ સ્વપ્નના જેવું કાલ્પનીક છે. નિત્ય અને અમર નથી. જિંદગી અમર નથી તે લક્ષ્મીની શી વાત ? યૌવન, વૈભવ-વિલાસ, કે કીર્તિના કલ્પીત સુખા માટે તે પૂછવુ શુ ? માટે તમે એટલું નક્કી સમજી લે જો કે સંસાર અનિત્ય અને સ્વપ્નવત્ છે તેા પછી સ્વપ્ન સુખની મિથ્યા ભ્રાંતિમાં, મેાહના ચળકાટમાં ને કામિનીના રૂપમાં શા માટે રાચવું જોઈ એ ? જે પ્રવ નિત્ય અને અમર છે તેને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy