________________
શારદા શિખા દેવાનુપ્રિયે! જુઓ, અહિંસા-દયા ધર્મને કે અજબ મહિમા છે! કઈ માણસ કરેડાનું દાન આપે તેના કરતાં દયા ધર્મનો મહિમા વધારે છે. સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. રાજાએ બ્રાહ્મણના પુત્રને અભયદાન આપ્યું ને છોકરાની નવકારમંત્ર ઉપરની શ્રધ્ધા અને રાજાની દયાના પ્રભાવે દેવી પ્રસન્ન થઈ અને છોકરે રાજાનો પ્રધાન બન્યો.
હવે મહાબલ પ્રમુખ સાત આત્માઓ પણ સંસાર ત્યાગીને છકાયના જીને અભયદાન આપવા માટે તત્પર બન્યા છે. તેઓ શિબિકામાં બેસીને ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં ધર્મશેષ સ્થવિરની પાસે આવ્યા. આવીને ગુરૂને વંદન કર્યા. ત્યારબાદ શું કરે છે.
ते वि सयमेव पंचमुट्ठियं लोयं करेइ जाव पव्वइए । તેઓ પિતાની જાતે પંચમુષ્ટિ લોચ કરીને પ્રવર્જિત થયા ને ગુરૂએ દક્ષિાને પાઠ ભણ. દીક્ષા લઈને ઘર૪ ૬ મન્નિત્તા વદૂદું વાસ્થ જીદદ મળ્યા મા માળે વિદા સાતે મુનિઓએ સામાયિકથી લઈને અગિયાર અંગનું જ્ઞાન મેળવ્યું. જ્ઞાનની સાથે એક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરતાં તપ અને સંયમમાં આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. વધુ ભાવ અવસરે.
ચરિત્ર: પદ્યુમ્નકુમારનું અપહરણઃ પૂર્વભવના વૈરી દેવે રૂક્ષમણીની ગોદમાંથી પ્રદ્યુમ્નકુમારને ઉઠાવ્યા ને જમડાની જેમ તેના સામે ક્રોધ કરતે બેલવા લાગ્યો કે હવે તને મારી નાંખું? એમ કહીને શીવ્ર ગતિએ તેનું વિમાન ચલાવ્યું. લાયા તક્ષક પર્વત કે પાસ મેં રે, પટકૂ શિલા પર કરું વિનાશ રે, ચરમ શરીરી યહ મરતા નહીં હૈ રે, ઐસા હી શબ્દ હુઆ આકાશ રે-શ્રોતા
દેવ બાળકને તક્ષક પર્વતની ઉપર લઈ ગયે તેણે વિચાર કર્યો કે આ માટી શીલા ઉપર પટકીને તેના ચૂરેચૂરા કરી નાંખ્યું. એટલે બાળકને હાથમાં લઈને શિલા ઉપર પછાડવા જાય છે ત્યાં આકાશવાણી થઈ કે આ તે ચરમ શરીરી જીવ છે. એને મારવા ગમે તેટલા પ્રયત્ન કરીશ તો પણ તે નિરર્થક છે, એ મરવાને નથી. એને પર્વત ઉપરથી ગબડાવીશ, શીલા સાથે પટકીશ કે તું તેને ખૂંદી નાંખીશ પણ એ નિકાચીત આયુષ્ય બાંધીને આવ્યો છે. પવિત્ર મેલગામી જીવ છે. આવી આકાશવાણી સાંભળીને દેવ સ્થંભી ગયે. પણ પૂર્વનું વૈર છે એટલે એને ક્રોધ શમ્યો નહિ. ગમે તેમ કરીને તેનો વિનાશ તે અવશ્ય કરું. એ વિચાર ચાલુ રહ્યો. પણ એ જે મરવાને નથી તે શું કરવું ? શાસ્ત્રોમાં બાળહત્યાનું પાપ ઘણું મોટું બતાવ્યું છે. માટે હું મારા હાથે બાળહત્યાનું પાપ ન કરું. પણ એ ઉપાય કરું કે આપોઆપ એ મરી જાય. આમ વિચાર કરીને દેવે શું કર્યું?