________________
૨૯૨
શારદા શિખર
લેવા ચાલી નીકળ્યા. ભાગીને ભાગમાં આનંદ હાય ને ત્યાગીને ત્યાગમાં આનંદ હોય છે. ત્યાગના આનંદ કેવા છે તે ભાગના કીડા બનેલા આત્માઓને કયાંથી ખબર પડે ? તપસ્વીઓને તપમાં આનંદ આવે છે. આપણે ત્યાં તપના તેજ કેવા ઝળકી રહ્યા છે! ધન્ય છે જે તપ આરાધના કરી રહ્યા છે તેને!
મહાખલ રાજાની શ્રધ્ધા કેટલી મજબૂત હશે કે એક જ ઉપદેશે વૈરાગ્ય આવી ગર્ચા ને ઘરથી નીકળી ગયા. કહ્યું છે કે.
श्रधावाँ लभते ज्ञानः तत्तपः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्ति, शान्तिम् चिरेणाधिगच्छति ॥
શ્રધ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ઈન્દ્રિઓના સયમ રાખીને તપ યુક્ત બને છે. સદ્નજ્ઞાનની પ્રાપ્તિ કરીને તે જલ્દી ઉત્કૃષ્ટ શાન્તિ (મુકિત) મેળવે છે. અહી ધર્મોની શ્રધા ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે.
પાંચાલ દેશના શકિત નામના નગરમાં સુધર્મા નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા ન્યાયી, પ્રજાપ્રિય, ધીબ્ડ અને સંતેાષી હતા. તે જૈન ધર્મોના આરાધક હતા. તેને જયદેવ નામના એક મંત્રી હતા. તે ધર્મને ખિલકુલ માનતા ન હતા. જે ધર્મને ન માને તે પુણ્ય-પાપને પણ ક્યાંથીમાને ? સ્વર્ગ-નરક અને પુનર્જન્મની વાતાને પણ મિથ્યા માનતા. ખાઈ પીને આનન્દ્વ કરતા. રાજા અને ધમ સમજાવવા ઘણીવાર પ્રયત્ન કરતા હતા પણ એના મગજમાં વાત બેસતી ન હતી. એટલે રાજા કંઈ કહેતા નહિ.
એક વખત મહાખલ નામના રાજા સુધર્માં રાજાના નગર ઉપર ચઢી આવ્યેા. રાજાને ખખર પડી કે દુશ્મન રાજા ચઢી આવ્યે છે. એટલે રાજાએ કહ્યું ભલે આવ્યેા. મને કાઈ ફીકર નથી. હાથી ગમે તેવા માટે અલમસ્ત અને મદાન્મત્ત થઈ ને મહાલતા હાય પણ તે ક્યાં સુધી ? જ્યાં સુધી સિંહ નથી આવ્યેા ત્યાં સુધી. જ્યાં સિંહ આવીને ગના કરે કે હાથી ભાગી જાય છે. અધકાર ક્યાં સુધી ટકી શકે છે ? જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂર્યનું કિરણ નથી પડયું ત્યાં સુધી. સૂયૅદય થાય એટલે અંધકારને જવું પડે છે. તે જ રીતે આપણા આત્મા ઉપર મિથ્યાત્વના મદોન્મત્ત હાથી કહા કે ગાઢ અંધકાર કહેા તે કયાં સુધી ટકી શકશે ? જ્યાં સુધી સમ્યક્ત્વને સૂર્ય પ્રગટયા નથી ત્યાં સુધી. જ્યાં સમ્યક્ત્વનો સૂર્ય ઉદયમાન થાય ત્યાં મિથ્યાત્વ રૂપી મદોન્મત્ત હાથીને ભાગવુ પડે છે.
સુધર્માં રાજાએ શત્રુનો સામનો કરવા માટે સૈન્યને સજ્જ થવા આજ્ઞા આપી. રાજાની આજ્ઞા થતાં સૈન્ય શસ્ત્રો સજી સજ્જ થયું. રણભેરીએ વાગવા લાગી. ત્યારે પ્રજાએ રાજાને વિજય થાઓ તેવી પ્રભુને પ્રાર્થીના કરી. સુધર્માં રાજા પેાતાના સૈન્ય