________________
૨૯૦
શારદા શિખર કહે. સ્વામીનાથ! આપ વૃધ્ધ માતા-પિતાને મૂકીને ગયા છે તેથી તે ખૂબ ઝૂરે છે. અને મને પણ આપને વિયેગ ખૂબ સાલે છે. પુત્રો તે પગ પકડીને રડવા લાગ્યાં. પિતાજી ! અમને નાના મૂકીને ક્યાં ચાલ્યા ગયા? વૃદ્ધ માતા-પિતા રડતા રડતા કહે છે બેટા! તે આટલા વર્ષો દીક્ષા પાળી એટલે તારા કર્મો ખપી ગયા. માટે તું હવે ઘેર આવી જા. હવે તે તારે અમારી સેવા કરવી જોઈએ. આમ કહી બધા રડે ગૂરે છે. આવા સમયે વૈરાગી વિચારે કે આ અનુકૂળ ઉપસર્ગ છે.
જે સંસારનું સ્વરૂપ બરાબર સમજીને નીકળે છે તે એમાં ફસાત નથી. જેનામાં રાગ-દ્વેષ અને મોહની ચીકાશ છે તે ફસાય છે વિત્તા ૩ ૪ રત્તિ કદારે નો ” જેમ માટીને સૂકે ગોળે ભીંત ઉપર ચુંટતે નથી તેમ જે આત્માઓને સંસાર પ્રત્યેની બિલકુલ આસકિત નથી, સંસારને બળખા જે સમજીને બહાર નીકળ્યા છે તેને સંસારના ગમે તેટલા પ્રલેભન કેઈ આપે કે સંસારમાં ફસાવવા ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ તેમાં તે આસક્ત બનતું નથી. ટૂંકમાં જ્યાં ઉડે ઉડે પણ સંસાર સુખની આસક્તિ રહેલી છે તે આવા ઉપસર્ગો આવતાં ફસાઈ જાય છે. પણ જેનું ચારિત્ર મેરૂ પર્વતની જેમ અડોલ છે તે ફસાતા નથી. એક લેકમાં પણ કહ્યું છે કે
वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पंचेन्द्रिय निग्रहस्तवः। अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्त रागस्य गृहं तपोवनम् ॥
રાગી મનુષ્યને વનમાં પણ દોષ લાગી જાય છે. અને જે વરાગી આત્માઓ છે તેમને ઘરમાં પણ પાંચ ઈન્દ્રિઓના નિગ્રહ રૂપ તપની પ્રાપ્તિ થાય છે. જે ધર્મમાં રક્ત રહે છે તેવા વૈરાગીઓ માટે ઘર પણ તપવન જેવું છે. આ
દેવાનુપ્રિયે ! આ લેકમાં કહ્યું છે કે જેનું મન સંયમમાં દઢ છે તેને માટે ગમે તેવા સંગે ઉપસ્થિત થાય તો પણ તે પડવાઈ થતું નથી. જ્ઞાની પણ કહે છે કે તું જે મોહપાશમાંથી છૂટયો છે તેના સામું પાછું વાળીને જોઈશ નહિ. પરને સંગ છેડીને આત્માને સંગી બની જા. જેને થયે છે આતમને સંગ, તેને થયે મિથ્યાત્વને ભંગ” જેને પર પુદ્ગલને સંગ છૂટી જાય છે ને આત્માને રંગ લાગે છે તેને તેનામાં રહેલે મિથ્યાત્વને ગાઢ અંધકાર ભાગી જાય છે. અને સહસ્ત્રકિરણોથી શોભતે સમકિત રૂપી સૂર્ય ઉદયમાન થાય છે ને ચેતનને ચમકાર થાય છે. પછી તેને પૌગલિક સુખો પ્રત્યે બિલકુલ રાગ રહેતું નથી. એટલા માટે જ્ઞાની કહે છે કે “જે સંસાર ભાવમાં લાગે આગ, તેનો ખીલી ઉઠે આતમ બાગ” જેને સંસાર વિષના ભરેલા કટોરા જેવો લાગે છે તે સંસારમાં રહેવાનું પસંદ કરતા નથી. કેઈ સોનાનો રત્નજડિત કરે હોય પણ તેમાં વિષ મિશ્રિત દૂધ