SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ :૨૮૦ શારદા શિખર કમાણીનું બજાર, આ માનવભવ રૂપી બજારમાં આવીને ધર્મનું ધન કમાવુ જોઈએ, તે તમે ધરૂપી ધનની કમાણી કરે છે કે ગુમાવી રહ્યા છે ? વિચાર કરો કે અમે માનવભવ પામીને ધધન કમાયા છીએ કે આત્મા ઉપર પાપના ગંજ ખડકયા છે ? જે આત્મા આવા રૂડા મનુષ્યભવ પામીને વિષયાસક્ત અને છે તે પાપની કમાણી કરે છે. ધમ રૂપી ધનની કમાણી કરવા માટે તે વિષયેા તરફ વિરાગ લાવવાની જરૂર છે. દેવાનુપ્રિયા ! માનવભવ, આદેશ, ઉત્તમકુળ, જૈનધમ, પાંચઇન્દ્રિઓની પરિપૂર્ણતા, મનની સ્વસ્થતા, દીર્ઘાયુષ, આરોગ્ય, દેવ અરિહંત, ગુરૂ નિગ્રથ, અને સજ્ઞકથિત દયામય ધર્મ ભવસાગર તરવા માટે અને ધર્મ ધનની કમાણી કરવા માટે આટલી બધી ઉત્તમ સામગ્રી મળી છે. છતાં જિંદગીના આટલાં વર્ષો શેની સાધનામાં વીતાવ્યા ? ધર્મ-કમાણી પાછળ કે પાપની કમાણી પાછળ ? તેને કદી વિચાર કર્યાં છે ? માનવભવ પામીને તમારું ક`વ્ય શું ? ભેગ કે ત્યાગ ? સત્ય કે અસત્ય ? હિંસા કે અહિંસા ? વિરતિ કે અવિરતિ ? ખાવાનું કે તપશ્ચર્યાં ? આવા પ્રશ્નો તમારા અંતરમાં ઉઠે છે ખરા ? જે માનવભવ દ્વારા નરમાંથી નારાયણ, જીવમાંથી શીવ, જનમાંથી જનાર્દન અને આત્મામાંથી પરમાત્મા ખનાય, જે માનવભવ દ્વારા માક્ષમાં જવાય તે માનવભવનો શેમાં ઉપયાગ કરી રહ્યા છે. ? એલેા, જવાબ આપેા. તમે જવાખ નહિ આપો. કેમ ખરાખર ને ? જવાબ ન આપે તેા ખેર, પણ એટલુ તા વિચારો કે આ જીવે અજ્ઞાનપણે માનવભવને ન છાજે તેવા ઘણાં કામ કર્યાં. તેના ફળ સ્વરૂપે નીચ ગતિમાં, નીચ કુળમાં ને હલકી જાતિઓમાં અનતી વખત જવું પડયું. પણ હવે મારે એવા કામ કરવા નથી. આવા ઉત્તમ માનવભવ પામીને ઉત્તમ કાય નહિ કરું તેા કયારે કરીશ ? વિવેકી આત્મા તે। એમ વિચાર કરે કે આ માનવભવ પામીને ધર્મ કમાણીને જેટલેા લાભ લેવાય તેટલેા લઈ લઉં, મનમાન્યા મળ્યા છે મનખા (૨) લાભ એને પૂરા હું લઇ લ”, હા...વારેવારે કયાં પાસુ છુ? નકામા જાવા નહિ દઉં...હા ભવ મળ્યા જે જીવને તારે, ચાર ગતિના ફેરા ટાળે, એવી રીતે હું આરાધુ, મુજને પાર ઉતારે... હા આવા સુંદર માનવભવ વારંવાર કયાં મળવાના છે ? આ ભવમાં મારા ચાર ગતિના ફેરા ટળી જાય તેવી અલૌકિક સાધના કરી લઉં. જો ધર્મની કમાણી રૂપ આરાધના નહિ કરું તેા ચાર ગતિ, ચાવીસ દંડક અને ચારાશી લાખ જીવાયેાનીમાં પાછો ક્યાંના કયાં અટવાઈ જઈશ તે પત્તો પડવા મુશ્કેલ છે. જો અવસરે ધર્મકરણી ના થઈ તા તેના અસાસ થવા જોઈએ. જેમ ફાઈબહેનની હીરાની
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy