________________
२७२
શારદા શિખર કેવી ચાનક ચઢે છે? હું તે મોટો શ્રીમંત છું. મારે ઘેર ગાડીઓ છે. શું આ માણસ મને નથી જાણતું કે મને દુઃખીયારો કહે છે. બેલે, ત્યાં લાગી આવે ને ? પણ આ અનંતજ્ઞાનને સ્વામી અનંતકાળથી અજ્ઞાનમાં આથડે છે. એને એટલું પણ જ્ઞાન નથી કે જે મહેંસી જે વા જ ગુગ જેવા અવિરામ હું પૂર્વભવમાં કેણુ હતે ને અહીંથી મરીને પરલોકમાં ક્યાં જઈશ ? હું અનંતજ્ઞાનસ્વરૂપ હોવા છતાં મારી વર્તમાન દશા કેવી અજ્ઞાન ભરેલી છે. એનું ચાનક લાગે છે ? એને અફસોસ થાય છે? જ્યારે મારે ને તમારો આત્મા એવો દૃઢ નિશ્ચય કરશે કે મારે અજ્ઞાનના અંધકારને સંપૂર્ણ હઠાવી કેવળજ્ઞાનની ત પ્રગટાવવી છે ત્યારે આત્મા સમ્યગદર્શન-જ્ઞાન, ચારિત્ર અને તપના શસ્ત્રો હાથમાં લઈ એ પુરૂષાર્થ કરશે કે એ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જંપશે.
આપણું જૈન દર્શનમાં એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષ બતાવ્યું નથી. પણ જ્ઞાન અને ક્રિયા એ બંનેને સુમેળ હોય તે મોક્ષ મળે છે. મારા બંધુઓ! જ્ઞાનનું કાર્ય શું છે એ તે તમને ખબર છે ને ? જ્ઞાનનું કાર્ય મોક્ષને માર્ગ બતાવવાનું છે અને ક્રિયા એટલે વિરતિ-સંયમ (ચારિત્ર) એનું કામ શું છે ? એનું કામ મોક્ષના રસ્તે મુસાફરને પહોંચાડવાનું છે. જ્ઞાન અને સંયમ એ બંનેના કાર્ય અલગ અલગ છે. મહારાજાએ આ સંસારમાં જે ભેદી વ્યુહરચના રચી છે તેને બતાવવાનું કામ જ્ઞાનનું છે અને સંયમ એ મેહરાજાની ભેદી વ્યુહ રચનામાં અટવાતા જીવને ઉગારી લે છે. મોહના તાબામાંથી જીવને છેડાવે છે. વિરતી એ ધર્મરાજાની સેનાને ચીફ કમાન્ડર છે. વિરતિ મેહરાજાની સેના સામે સતત લડે છે ને મહારાજાની સેનાના ભુકકા ઉડાડી નાંખે છે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે વિરતિ વિનાનું જ્ઞાન પાંગળું છે. સૈનિક ગમે તેટલે બાહોશ ને પરાક્રમી હોય પણ જે પાસે શસ્ત્ર ન હોય તે યુધ્ધમાં જીતી શકે ખરો ? ન જીતી શકે. કારણ કે યુધ્ધમાં જીતવા માટે શસ્ત્રને સહારે જોઈએ છે.
જુઓ, હું તમને એક એતિહાસિક ન્યાય આપીને સમજાવું. ૧૯૬૨માં ચીને ભારત ઉપર લડાઈ કરી ત્યારે ચીનના સૈન્યની સામે ભારતનું સૈન્ય ન ટકી શક્યું, છે એનું કારણ તમે જાણે છે ? આમ તે આખી દુનિયામાં ભારતનું સૈન્ય બળવાન
ગણાય છે. છતાં ચીનના સિન્ય સામે ટકી શકયું નહિ તેનું કારણ એક જ હતું કે ભારતનું સૈન્ય બળવાન હોવા છતાં તેની પાસે શસ્ત્ર સામગ્રી પૂરતી ન હતી, એટલે ચીન સામે ભારતનું સૈન્ય ટકી શકયું નહિ. ને એને પરાજય સ્વીકાર પડશે. એ વાત સાથે મારે કેઈ નિસ્બત નથી. મારે તે તમને આ વાત ઉપરથી આત્માની વાત સમજાવવી છે. મહ-માન-માયા આદિ આત્માના આંતરિક શત્રુઓ