________________
શારદા પર દાસીને ભેટ આપ્યા. નગરના અધિકારીઓને નગરી શણગારવા માટે કૃષ્ણ આદેશ આપે કે મારી આજ્ઞાથી તમે દરેક બજાર ધ્વજા તેરણથી શણગારે. તથા સ્થળે સ્થળે નૃત્યનું આયોજન કરો. રાજાએ ભંડારીને આજ્ઞા કરી કે તમે ગરીબોને ખૂબ ધન આપી સંતુષ્ટ કરે ને પિોલિસને કહ્યું કે જે ગુન્હેગારને જેલમાં પૂર્યા છે તેમનો ગુન્હો માફ કરી છોડી દે. રાજ્યમાં ટેકસ માફ કરો. ને જેને રાજ્ય સબંધી લેણું હોય તે પણ માફ કરી દે. યાચકને જરૂરિયાતથી અધિક દાન આપે. ઘરઘરમાં વાજિંત્રો વગડા ને ખૂબ આનંદથી પુત્રને જન્મોત્સવ ઉજે. કૃષ્ણની આજ્ઞાથી ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી પુત્રને જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. સારી દ્વારકા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. નગરજને ખુશખુશાલ છે. ઘણું લેકે રાજપુત્રના જન્મની ખુશાલીમાં રાજાને સારા સારાં ભટણાં આપવા આવે છે. આખી નગરી આનંદ વિભોર બની છે. માત્ર એક સત્યભામાને આનંદ નથી. રૂકમણીને પુત્ર જપે ને પિતાને હજુ નથી જન્મે એટલે તેના દુઃખને પાર નથી.
પુત્રનું મુખ જોઈને કૃષ્ણને થયેલે આનંદ”: સારી દ્વારકા નગરીમાં ઉત્સવ ચાલે છે. પુત્રને જન્મ્યા છઠ્ઠો દિવસ થયે એટલે કૃષ્ણ રૂક્ષ્મણીના મહેલે ગયા. ત્યાં જઈ સિંહાસન ઉપર બેસીને પુત્રને રમાડવા માટે મંગાવ્યા પુત્રને મેળામાં સૂવાડી રમાડવા લાગ્યા. એના મુખ સામું જોઈને વિચાર કરવા લાગ્યા કે અહે ! આ તે શું જયંત છે કે અશ્વવનીકુમાર છે? કે પછી સૂર્યબિંબ છે? શું પૂર્વ દિશાએ તેજના પુંજ સમાન સૂર્યને જન્મ આપે છે? કે તેના શરીરમાંથી નીકળતું તેજ બધી દિશાઓને પ્રકાશિત કરે છે. આ જોઈને કૃષ્ણ તે જ વખતે તે બાળકનું નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું. ઘણી વાર સુધી શ્રીકૃષ્ણ પુત્રને રમાડયા. પણ તેને મૂકવાનું મન થતું નથી. ત્યારે દાસીએ કહ્યુ-મહારાજા! આ તે કુલ છે. બહુ રમાડવાથી કુલ કરમાઈ જાય માટે એની માતાની ગેદમાં આપી દઉં. એમ કહી દાસીએ પુત્ર લીધે ને માતાને આપે.
સારી દ્વારકા નગરીમાં અને ઘરઘરમાં આનંદ વર્તાઈ રહ્યો છે. સ્ત્રીઓ મંગલ ગીતે ગાય છે. કૃષ્ણજી તથા રૂક્ષમણીના આનંદનો પાર નથી. ખૂબ આનંદ ને ઉત્સાહપૂર્વક પ્રદ્યુમ્નકુમારને જન્મ મહોત્સવ દ્વારકા નગરીમાં ઉજવાઈ રહ્યો છે. એ આનંદમાં કેવું વિન આવશે તેના ભાવ અવસરે કહેવાશે.