SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૨ સાથે છ મિત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા છે. છ એ મિત્ર રાજાઓ મહાબલ રાજાની આજ્ઞાથી પિતાના પુત્રોને રાજગાદીએ સ્થાપન કરવા માટે ગયા છે, એ છ એ રાજાએ પિતાના પુત્રોને ગાદીએ બેસાડીને હજાર માણસો ઉપાડે તેવી મોટી શિબિકામાં બેસીને મહાબલ રાજા પાસે આવશે. પછી મહાબલ રાજા પોતાના પુત્ર બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર ? “ રૂક્ષ્મણીને આવતા શુભ વિચાર’: રૂક્ષ્મણીના ગર્ભમાં બારમાં દેવલોકથી ચવીને કઈ પવિત્ર જીવ આવ્યા છે. એટલે તેને સંતની, સ્વધર્મીની ભક્તિ કરું, સુપાત્રે દાન દઉં, અભયદાન દઉં એવા સારા દેહદ ઉત્પન્ન થાય છે. રૂક્ષ્મણી કૃષ્ણ વાસુદેવની અતિપ્રિય પ્રિયતમા હતી એટલે તેને જેટલા દેહદ ઉત્પન થાય છે તે બધા પૂર્ણ કરે છે. ત્રણ ખંડમાં હિંસા ન થાય તે માટે અમારી પડહ વગડાવ્યો અને રૂક્ષમણીને સંતુષ્ટ કરી. તમે કહો છો ને પુત્રના લક્ષણ પારણામાં પણ આવા પવિત્ર જીના લક્ષણ ગર્ભમાંથી પરખાઈ આવે છે. બંધુઓ ! ગર્ભના જીવમાં કેટલી તાકાત રહેલી છે ! ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હે પ્રભુ! ગર્ભમાં રહેલ વગર્ભમાં મરીને દેવલેકમાં જઈ શકે છે? નરકમાં જઈ શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું “દંતા જોયા” હા, ગૌતમ ! જઈ શકે છે. આ વાત ઘણી લાંબી છે પણ મારે કહેવાનો આશય એ છે કે ગર્ભના જીવની શકિત કંઈ કમ નથી. રાણી રૂક્ષ્મણએ આપેલ પુત્રને જન્મ”: રૂક્ષમણને શુભ વિચારો આવવાથી ગર્ભમાં રહેલે જીવ કેઈ હળુકર્મ છે તેમ સૌને લાગે છે. સારી દ્વારકા નગરીમાં આનંદ આનંદ વર્તે છે. રૂકમણી પણ ગર્ભનું પાલન કરતી આનંદમાં દિવસે પસાર કરે છે. સવા નવ માસ પૂર્ણ થતાં રૂકમણીએ એક પુત્રને જન્મ આપે. પુત્રને જન્મ થતાં તેજ તેજ પ્રસરી ગયું. જેમ આકાશમાંથી ચંદ્ર બહાર નીકળતાં પૃથ્વી ઉપર પ્રકાશ પથરાય છે તેમ આ પુત્રને જન્મ થતાં જાણે નીલમમણુને ઢગલે ન હોય ! તેની માફક રાણીના રૂમમાં પ્રકાશ – પ્રકાશ પથરાઈ ગયે. દહી વધાઈ ધાયી માતજી રે, માધવ સુન દીહા નવસેરા હાર રે, નગરી શીનગારી નવરંગ કૂલ સે રેમાંડ આનંદ ઉચ્છવ શ્રીકાર રે શ્રોતા રૂકમણીએ પુત્રને જન્મ આપ્યો કે તરત તેની ખાસ દાસી શ્રીકૃષ્ણને દેડતી પુત્ર જન્મની વધામણી દેવા આવી. પુત્ર જન્મોત્સવને આનંદઃ કૃ પિતાના રાજચિહે સિવાય કંઠમાં પહેરેલે નવસેરે હાર આદિ અલંકારો અને મૂલ્યવાન વસ્ત્રો વધામણી દેવા આવનારી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy