SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર કહે છે કે જો તુ હંસા, કસ્થ સરિત કાવો” સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં છ કલેશ પામે છે. છતાં છેડતાં નથી. તેમાં અંતે તો પાપ બંધાવાનું છે. પણ આ ચાર શરણ અંગીકાર કર્યા પછી જે કષ્ટ આવે તો કાયા કુરબાન કરજે, દુઃખ સહન કરજે પણ ધર્મ છોડશે નહિ તો સંસાર સાગર તરી શકશે. પણ આજે તો જીવને કંઈક ઉપાધિ આવે, બિમારી આવે તે ધર્મને પહેલાં છોડી દે છે પછી કલ્યાણ કયાંથી થાય? મહાબલ રાજા એમના મિત્રોને કહે છે હે મિત્રો ! આ સંસાર સમુદ્રમાં આપણી નૌકા ઝોલા ખાઈ રહી છે. તેમાં સંયમ રૂપી પાટીયું હાથ લાગી ગયું છે. એ પાટીયાના આધારે સંસાર સમુદ્રને તરતાં બાવીસ પરિષહ રૂપી વીંછીઓ ક્યારેક ચટકા ભરશે, કેઈ કટુ વચન કહેશે, કઈ મારવા આવશે, ક્યારેક આહાર લેવા જતાં માર પડશે. તે વખતે અકળાઈ મૂંઝાઈ નહિ જવાનું ને આ પાટીયાને છેડવાનું નહિ. મનમાં વિકલ્પ પણ નહિ કરવાને કે ભવ સમુદ્ર તરી શકાશે ખરો? ત્યારે મિત્રો કહે છે સંયમમાં અમને ગમે તેવા ઉગ્ર પરિષહ આવશે તે અમે સહર્ષ સહન કરીશું. ક્યારે પણ મૂંઝાઈશું નહિ. તમારા જેવા સધ્ધર સલાહકાર વકીલ સાથે હાય પછી અમારે મૂંઝાવાની શી જરૂર? અમે તમારી સાથે દીક્ષા લેવા તૈયાર છીએ. મિત્રો પણ સમજણપૂર્વક દીક્ષા લેવા તૈયાર થયા છે. તેથી મહાબલ રાજાને ખૂબ આનંદ થયો. " तए णं से महब्बले राया ते छप्पिय बालवयंसए एवं वयासी" અને તે પિતાના છ બાલ મિત્રોને મહરાજાએ કહ્યું- હે મારા વહાલા મિત્ર! "जणं तुम्भे मए सध्धि जाव पव्वयह तो णं गच्छह जेठे पुत्ते सएहिं सएहिं रजेहिं ठावेह, पुरिस सहस्त्रवाहिणीओ सीयाओ दुरुढा जाव पाउन्भवति ।" જે તમે બધા રાજી ખુશીથી મારી સાથે દીક્ષિત થવા ચાહે છે તે સત્વરે પિોતપોતાની રાજધાનીમાં જઈ પિતાપિતાના મોટા પુત્રોને રાજગાદીએ બેસાડીને હજાર પુરૂષ વહન કરે તેવી “પુરૂષસહસ્ત્રવાહિની” પાલખીમાં બેસીને અહીં આવે. બંધુઓ ! જેને આત્મા જાગે છે તેને સંસાર કારાગૃહ જેવું લાગે છે. એને સંયમમાં સુખ દેખાય છે. સંસારના ગમે તેટલા સુખ મળે તો પણ તેને ગમતાં નથી. પછી તે રાજવૈભવને ઠેકર મારે છે. આ મહાબલ રાજા અને તેમના છ મિત્રો બધા રાજાઓ છે. જેને સંસાર ઉપરથી નિર્વેદ આવે છે તેને સંયમ સુખરૂપ લાગે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨હ્મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ!
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy