________________
૨૩૨
શારદા શિખર ન દેવાનુપ્રિયો ! તમને કઈ કહે કે વજુભાઈ! ઉપાશ્રયમાં મહાસતીજી પધાર્યા છે તે સોફામાં બેઠા હે તે ઉભા થઈ જાઓ કે બેસી રહે ? શ્રેણીક રાજાને જ્યારે જ્યારે ભગવાન મહાવીર પધાર્યાના સમાચાર મળતાં ત્યારે ત્યારે સિંહાસનેથી ઉભા. થઈને ભગવાન જે દિશામાં હોય તે દિશામાં તિકખુત્તોને પાઠ ભણીને વંદન કરતા. હા, તમે ઉપાશ્રયમાં છે તે સમયે સંત સતીજીને આવતા જુઓ કે ઉભા થઈ જાવ. પણ ઘેર સમાચાર મળે તે ઉભા ન થાઓ. કારણકે હજુ એટલે ઉલ્લાસ નથી. હા, તમારી દુકાનમાં વહેપારી આવે તે વખતે દૂરથી આવતા દેખે તે સોફા ઉપરથી ઉભા થઈને સામા જાઓ, હાથમાં હાથ મિલાવ ને પધારે કહીને સ્વાગત કરે. પછી ભલે ને એ મચ્છી ખાતે હોય, પણ જ્યાં તમને કમાવાનું મળે છે ત્યાં કેટલે વિનય વિવેક કરે છે ! કેટલી નમ્રતા બતાવે છે ! આટલે વિનય કે વિવેક દેવ-ગુરૂની ભક્તિ માટે આવે તે કામ થઈ જાય.
મહાબલ રાજાને વનપાલક ધર્મઘોષમુનિ પધાર્યાની વધામણી આપવા આવ્યો. તેને રાજાએ સોનામહોરોથી નવરાવી દીધો. તમને નાનો છોકરે કહેવા આવે કે બાપુજીબાપુજી! મહાસતીજી પધાર્યા છે. એવા સમાચાર દેવા આવે તો તેને રાજી કરે કે નહિ? ત્યાં તે બહુ સારું બેટા-કહીને પતાવી દે. પણ કઈ એવા સમાચાર દેવા આવે કે તમારા દીકરાને ઘેર દીકરે આ તે રાજી રાજી થઈ જાવ ને પાંચ-દશની નોટ આપી દે. આ બતાવે છે કે તમને સંસાર પ્રત્યેને કેટલે પ્રેમ છે! દેવ-ગુરૂ અને ધર્મનું નામ પડતાં ધમીઠ આત્માની છાતી ગજગજ ફુલે.
ધમષ્ટ આત્મા દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે પૂરો વફાદાર હવે જોઈએ. દેવ-ગુરૂ અને ધર્મ માટે અવસરે પ્રાણ પાથરનારે હોય, એના હૈયામાં દેવ-ગુરૂ-ધર્મનું પ્રથમ સ્થાન હેય. એ ગમે ત્યારે ને ગમે ત્યાં હોય પણ દેવ-ગુરૂ–ધર્મને કદી ભૂલે નહિ. દેવ-ગુરૂ અને ધર્મનો અનુરાગી હોય. દેવ-ગુરૂ-ધર્મને રાગ એ પ્રશસ્ત રાગ છે. એ રાગથી સંસારનો રાગ કપાઈ જાય છે. કારણ કે પ્રશસ્ત રાગ એ અપ્રશસ્ત રાગને કાપનાર છે. મોહનીય કર્મને શિથિલ બનાવે છે. ટૂંકમાં દેવ-ગુરૂ અને ધર્મની ભકિતથી કર્મના ભૂકકા થઈ જાય છે.
મહાબલ રાજા દેવ-ગુરૂ અને ધર્મના અનુરાગી છે. તે ધર્મઘોષ અણગાર ઉઘાનમાં પધાર્યાના સમાચાર સાંભળીને દર્શને જવા તૈયાર થાય છે. નગર જનેને ખબર પડતાં તેઓ પણ સંતના દર્શને જવા તૈયાર થયા.
"परिसा णिग्गया महब्बलो वि राया णिग्गयाओ धम्मोकहिओ।"
મહાબલ રાજા પિતાના પરિવાર સાથે ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં ગયા. નગર જનો ખૂબ મેટી સંખ્યામાં આવ્યા છે. આવી પરિષદમાં ધર્મશેષ અણગારે ધર્મની ઘોષણા કરી.