SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૨૩૧ “અમુક્રિોfમ સાપ, વિમિ વિIT” આરાધના માટે હું તૈયાર થયો છું ને વિરાધનાથી વિરામ પામું છું. એને આશય એ જ છે કે રોજ આ સૂત્ર બેલાય તે આત્મા આરાધનામાં ઉદ્યમવંત રહે ને વિરાધનાથી વિરામ પામે એટલે અટકે. સમવાયંગ સૂત્રમાં પણ ભગવંતે કહ્યું છે કે સૂત્ર સિધ્ધાંતની વિરાધના કરીને અનંતા જ ચતુર્ગતિ સંસારમાં ભમ્યાં છે, વર્તમાન કાળ સંખ્યાતા છે વિરાધના કરીને ભમે છે અને ભવિષ્યકાળમાં અનંતા જી વિરાધના કરીને ભમશે. અને સિધાંતની આરાધના કરીને ભગવાનની આજ્ઞા મુજબ આચરણ કરીને ભૂતકાળમાં અનંતા છે સંસાર સાગરને તરી ગયા. વર્તમાનકાળમાં સંખ્યાતા આત્માઓ તરે છે ને ભવિષ્યમાં અનંતા આત્માએ તરી જશે. બંધુઓ ! આ વાત ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે વિરાધના કેટલી ભયંકર છે ને આરાધના કેટલી કલ્યાણકારી છે. માટે આ દુર્લભ માનવભવ પામીને બને તેટલી આરાધના કરીને માનવ જીવનને ઉજજવળ બનાવે. આજે મેં આરાધના ઉપર આટલો બધો ભાર શા માટે મૂકયો છે? તેનું કારણ એ છે કે ઘણાં છે વિરાધના ડગલે ને પગલે કરી રહ્યા છે. આ ઉત્તમ મનુષ્યભવ, અને વીતરાગને સુંદર ધર્મ પામ્યા છતાં જે આરાધના ન થાય તે માનવ જન્મ નિષ્ફળ જાય ને ભવિષ્યમાં ભવમાં ભમવાનું અટકે નહિ. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. મહાબલરાજાએ પિતાના છ મિત્રો સાથે નિર્ણય કર્યો કે આપણે સંસાર સબંધી જે કંઈ કાર્ય કરીએ કે ધર્મની આરાધના કરીએ બધું ભેગા થઈને કરવું. છ મિત્રોએ કહ્યું- હે મહાબલ રાજા! આપણે ઉંમરમાં તે સમાન છીએ પણ આપ સમૃધિથી, બુદ્ધિથી, બળથી ને ગુણથી અમારાથી મોટા છે એટલે આપ અમારા હેડ છે. આપ જે કરશેને આપ જે કહેશે. તેમ અમે કરીશું. આ પ્રમાણે નિશ્ચય કર્યો ને એકમેક થઈને આનંદથી રહેતા હતા. ત્યાં શું બને છે. तेणं कालेणं तेणं समएणं धम्मघोस थेरा जेणेव इंद कुंभे उज्जाणे तेणेव समोसढे । તે કાળને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરમુનિ ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક દિવસ વીતશેકા નગરીની બહાર ઈન્દ્રકુંભ નામના ઉદ્યાનમાં પધાર્યા. સંત પધાર્યાના સમાચાર મળતાં મહાબલ રાજાના મેરેમમાં આનંદ થઈ ગયો. એમનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. જેમ ઈલેકટ્રીક કરંટ લાગે ત્યારે આખા શરીરમાં ઝણઝણાટી થાય છે તેમ મહાબલ રાજાને સંત પધાર્યાની વધામણી મળતાં સંત દર્શન કરવા માટે હૃદય વીણાના તાર ઝણઝણી ઉડયા, તે સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy