________________
ફરક
શારદા શિખર
બંધુઓ ! આજે કેટલાક આત્માઓ ઉત્તમ લાભદાયી દેવ-ગુરૂ અને ધર્મની આરાધના કરે, સદગુરૂઓને સમાગમ કરે છતાં ઈર્ષ્યા, નિંદા, દ્વેષ છોડતા નથી. દેષ દષ્ટિના કારણે ઉત્તમ આરાધના કરવા છતાં જીવ વિરાધક બને છે. કેટલાક આત્માઓ ધર્મક્રિયાઓની વિધિ કરવામાં પ્રમાદ કરે છે, બેદરકારી રાખે છે તેથી પણ આત્મા વિરાધક બને છે. કેટલાક આત્માએ આચારમાં શિથિલતા કરી પાછો પિતાને બચાવ કરવા એ દેને દેશ કાળના નામે ચઢાવીને પિતાને ખોટે બચાવ કરે છે. તેવા આત્માઓ પણ વિરાધકની કેટીમાં આવે છે. આવી વિરાધના જીવને ધર્મના ફળથી વંચિત રાખે છે. અને આવી વિરાધના કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે. તેના કારણે જીવને દુર્ગતિમાં જઈને અનેક વિધ દુખે સહન કરવા પડે છે. મોક્ષમાં લઈ જનારી ઉત્તમ ક્રિયાઓ અને શુભ અનુષ્ઠાન કરતાં પણ આત્મા વિરાધક ભાવને પામી સંસારમાં રખડપટ્ટી કરે છે. અને જન્મ-મરણની પરંપરા વધારે છે. ઉત્સત્રની પ્રરૂપણું કરનાર પણ અનંત સંસાર વધારે છે. જેવી વિરાધના તેવું ફળ મળે છે. તેમજ ઘણીવાર જીવ પ્રમાદમાં પડીને પણ સંસારની વૃદ્ધિ કરે છે. માટે હવે આવું ઉત્તમ મનુષ્યપણું પામીને એ ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે કે ભલે મારાથી ધર્મની આરાધના કદાચ ઓછી થાય તેની હરક્ત નહિ પણ જો ભૂલેચૂકે વિરાધના કરીશ તે મારે અનંતકાળ સુધી જન્મ-મરણના ચકરાવે ચઢી ભવમાં ભમવું પડશે. સમકિત દષ્ટિ આત્માને ભવભ્રમણ અટકે છે એટલે તે વિરાધનાથી અટકે છે. એને આરાધકપણું ગમે છે, વિરાધકપણું ગમતું નથી.
રાયપ્રસેણી સૂત્રમાં પરદેશી રાજાને અધિકાર આવે છે, એ સૂત્ર વાંચતાં આપણું હદય પીગળી જાય છે. એ પરદેશી રાજા એક વખત કેવા કૂર હતા ! ચકલાની જીભે ખેંચી નાંખતા. લેહીથી ખરડાયેલા જેના હાથ રહેતા હતા. આવા પરદેશી રાજાને એક વખત કેશીસ્વામીને સમાગમ થયા ને જીવન પલટાવી નાંખ્યું. હિંસક મટીને અહિંસક બન્યા. પરદેશી મટીને સ્વદેશી બન્યા પાપી મટીને પુનિત બન્યા. છઠ્ઠના પારણે છ એમ ૧૩ છઠ્ઠ કર્યા. તેર છઠ્ઠ અને તેર પારણાં થઈને ૩૯ દિવસની એમની સાધના હતી. પતિ ધર્મ ઢીંગલે બની ગયે. હવે કંઈ ભૌતિક સુખ આપતો નથી. સ્વાર્થ સર્યો એટલે સૂરિકંતારાણીએ તેમને તેરમા છઠ્ઠના પારણને દિવસે ઝેર આપ્યું. ખાવામાં, કપડામાં બધામાં ઝેર નાંખી દીધું. રાજાને ખબર પડી કે મને ઝેર આપ્યું છે છતાં રાણું ઉપર નામ માત્ર રોષ નહિ. પિતાના કર્મને ઉદય માની સમતાભાવમાં સ્થિર બની સંથારે કરીને બેસી ગયા. એ તે સંસારી હતા, ધર્મના માર્ગે ચઢવાની શરૂઆત હતી છતાં કેટલી સમતા ને કેવી ઉત્કૃષ્ટ તેમની આરાધના. આવી સમતા સાધુને રહેવી પણ મુશ્કેલ છે. સાધુના દશ ધર્મ છે. તેમાં પહેલી