SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શારદા શિખા આપે જે કહ્યું તે મેં જાતિસ્મરણ જ્ઞાન વડે જાણી લીધું. અહો ! આ સંસાર કે વિષમ છે! આ સંસાર ભડભડતે દાવાનળ છે. તેની જવાળાઓમાંથી મુક્ત બની ચારિત્ર અંગીકાર કરી ભવની ભાવઠ ભાંગવા ઈચ્છું છું. વિધતપ્રભા વૈરાગ્ય પામવાથી દીક્ષાની આજ્ઞા માંગી”: વિદ્યુતપ્રભા રાણી જિતશત્રુ રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. ત્યારે રાજા કહે છે હે મહારાણી ! તમને જે સંસાર અસાર સમજીને દીક્ષા લેવાની ભાવના જાગી છે, તે હવે હું પણ શા માટે આ સંસારચક્રમાં ભમવા ગૃહસ્થાવાસમાં બેસી રહું ! જે તું પ્રવર્યા લેવા તૈયાર થઈ છે તે મારે આ સંસારમાં રહીને શું સાર કાઢે છે ? આપણે બંને દીક્ષા લઈએ. એમ નક્કી કરીને ગુરૂદેવને વિનંતી કરી હે ભગવંત ! અમે ઘેર જઈને આ વિદ્યુતપ્રભ મહારાણીના પુત્ર મલયસુંદરકુમારને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને દીક્ષા લેવા આવીએ ત્યાં સુધી આપ અહીં સ્થિરતા કરજે. રાજા અને રાણી બંને મહેલમાં આવ્યા. મલયસુંદર પુત્રને રાજસિંહાસને સ્થાપના કરીને અનાથોને અના દિનેને દાન આપીને ખૂબ લમી છૂટે હાથે વાપરીને ઠાઠમાઠથી રાજા રાણીએ દીક્ષા લીધી. બંને આત્માઓ સાધનામાં લીન બન્યા”: જિતશત્રુ રાજા હવે રાજા મટીને રાજર્ષિ બન્યા. ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ઘણું જેને પ્રતિબંધ પમાડયો. ગુરૂએ તેમને આચાર્ય પદવી આપીને પોતાના પટ્ટધર બનાવ્યા. આ તરફ વિદ્યુતપ્રભા સાધ્વીજી પણ ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરી પ્રવર્તિની બન્યા. અને ગ્રામોનુગ્રામ વિચરીને અનેક જીને પ્રતિબંધ પમાડી અંતિમ સમયે અનશન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવકમાં દેવ થયા. હવે ત્યાંથી ચ્યવીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને મેક્ષના સુખ પામશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૨ અષાઢ વદ અમાસ ને સેમવાર તા. ૨૬-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવંતે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનની ત પ્રગટાવી, પછી ભવ્ય જી સમક્ષ આગમ વાણું રજુ કરી. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનની વાત ચાલે છે. મહાબલરાજાને છે મિત્રો હતા. તેઓ બધા સાથે બેસીને ધર્મની કથા ચર્ચા વિચારણા કરતા હતા. જે કંઈ કરે તે બધું સાથે કરવું તે તેમણે નિશ્ચય કર્યો હતો, સમજણપૂર્વકની કરેલી ધર્મારાધના ઉત્તમ ફળ આપનારી છે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy