________________
શિખર
૨૧૯
શારદા
સાચવીને ધમ થાય તેા કરવા છે. સંસારની મમતા ડીને ધર્મ કરવા ગમતા નથી. મારુ રાખીને જે થાય તે સાચું પણ મેં જે મારું માન્યું. તેમાં સ્હેજ પણ વાંધે આવવા જોઈ એ નહિ. આ જીવાની દશા છે પછી કલ્યાણ ક્યાંથી થાય ? આ દશા જોઈ ને મને તે તમારી દયા આવે છે કે અહીં તેા તમારું પુણ્ય છે એટલે લીલા લહેર કરા છે. પાપ માંધા પણ હરખાવ છે. પરભવમાં તમારુ શું થશે ? તમારે કેટલુ જોઈએ છે! એક જીવને થાડુ મળે તે ખસ છે. પણ આ કુટુંબ-પરિવાર માટે દગા-પ્રપંચ કરતાં જીવ પાછા પડતા નથી. અનીતિ, અન્યાય, દગાપ્રપોંચ કરીને કના બંધન કર્યાં તે ભાગવવા ઘરના માણસા નહિ આવે. કનું કરજ તા કરનારને ચૂકવવુ પડશે. કરેલા કર્મો ભોગવ્યા વિના કરજમાંથી મુકત ખનાતુ નથી. ત્યાં કોઈની સામે દીનતા ખતાવવાથી કે પ્રાર્થના કરવાથી કામ ચાલતું નથી. કરેલા કર્મો ભોગવ્યા પછી તેના કરજમાંથી જીવ મુકત બની શકે છે. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક મોટો પ્રતિષ્ઠિત શ્રીમંત વહેપારી હતા. રાજા પાસે તેનુ ખૂબ માન હતું. એક વખત એના વહેપારમાં માટા ધકકા લાગ્યા. પેઢીએમાં મેાટી ખાટ આવી ગઈ. માથે કરજ વધી ગયું. લેણદારા પૈસા માટે માથું ખાવા લાગ્યા. ત્યારે શેઠ ખૂબ ગભરાઈ ગયા. રડતા રડતા રાજા પાસે આવીને કહેવા લાગ્યા સાહેબ ! મારી આ પરિસ્થિતિ છે. હું મૂંઝાઈ ગયા છું. આપ મને અમુક રકમ આપે તે હું લેણદારાને ચૂકવી દઉં. ને પછી હું કમાઈશ ત્યારે તમને તમારી રકમ પાછી આપી દઈશ. રાજાને શેઠ પ્રત્યે ખૂબ માન હતુ. શેઠ ઉપર દયા આવી, અહા ! આવા માટા આ વહેપારીને તેની આ પરિસ્થિતિ! મારે તેને મદદ કરવી જોઈ એ. રાજા કહે છે. શેઠ ! તમે ચિંતા ન કરો. હું આ મારા ભંડારીને હુકમ કરુ છું. એ મારા ભંડાર ખોલી દેશે. તમારે તેમાંથી જેટલી જરૂર હોય તેટલું ધન લઈ જાએ. ને સમય આવે ત્યારે પાછું' ભરી જજો.
આ વહેપારીને રાજાના ભડાર પાસે લઈ ગયા. ભંડારીએ ભંડાર ખોલ્યેા. રાજાના ભંડાર જોઈ ને વહેપારીની આંખ ફાટી. આહાહા.... આટલું બધુ ધન! હીરા-માણેક-માતી શુ લઉં ને શું ન લઉં ? આજે તે મારા ઉપર રાજા રીઝયા છે તા શા માટે દાવ જતા કરુ...! આવી તક ફરીફરીને નહિ મળે. આ હતા વાણીયા. વાણીયાભાઈ લાલે લલચાયા. ઘણી મૂલ્યવાન ચીજો ભંડારમાંથી ઉપાડી. લઈ ને રાજાને બતાવ્યુ. રાજાએ પૂછ્યું. કે તમારે આટલા બધા ધનની જરૂર છે ? વહેપારી કહે, હા. રાજા કહે ભલે લઈ જાઓ. વાણીયાભાઈ ઘણું ધન લઈને રાજાના મહેલમાંથી બહાર નીકળ્યા તેનું મન પલ્ટાયું. તે વિચાર કરવા લાગ્યા કે આટલું બધું ધન હું જીવીશ ત્યાં સુધી ખાઈશ, લીલા લહેર કરીશ તે પણ ખૂટશે નહિ. ને લેણુદારાને