________________
શારદા શિખર
૨૦૯
ઝાંખી
બંધુએ ! ઘણી વખત પતિ ખરામ રસ્તે ચઢી ગયા હાય પણ જો ઘરમાં પત્ની સુશીલ હાય તે પતિને સુધારે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમાં અધ્યયનમાં ઈષકાર રાજા અને કમલાવતી રાણીની વાત ચાલી છે. રાજાનો પુરેાહિત, તેની પત્ની અને તેમના બે પુત્રોએ રાજ્ય જેવા વૈભવ છોડીને દીક્ષા લીધી. એનું ધન રાજા પેાતાના રાજ્યમાં લાવે છે. ગાડી ને ગાડીઓ ભરીને ધન આવે છે. એમ કહે છે કે એ ગાડીઓના આવવાથી એટલી બધી ધૂળ ઉડતી હતી કે દિશાએ દેખાવા લાગી. તે વિચાર કરેા. એ કેટલુ' ધન હશે ? કમલાવતી રાણી દાસીને પૂછે છે આપણી નગરીમાં આજે શુ છે ? આટલી બધી ધૂળ કેમ ઉડે છે? ત્યારે દાસીએ કહ્યું મહારાણી ! આપણા માનનીય પુરાહિત, એની પત્ની, અને બે પુત્રોએ દીક્ષા લીધી. તેવુ ત્યજેલું ધન ગાડીઓ ભરીને રાજા ભંડારમાં લાવે છે. આ સાંભળીને કમલાવતી રાણીનું લેાહી ઉકળી ગયું ને તરત રાજા પાસે જઈને કડક શબ્દોમાં કહી દીધું કે ‘રિદ્ધિસિરાય' ગયાતા વા ” હું મહારાજા ! એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવી ઋધ્ધિ છેડીને ગયા તે તમે રાજ્યના ભંડારમાં લાવે છે. તે શુ એ બધું સાથે લઈ જવાના છે ? જ્યારે કે ત્યારે મરશે ત્યારે કંઈ સાથે નહિ આવે. તે સમયે એક ધમ તમારી સાથે આવશે. આ વાત ઘણી લાંખી છે. કમલાવ’તી રાણીના શબ્દો સાંભળીને રાજાને વૈરાગ્ય આવી ગયા. રાજા અને રાણી બંનેએ દીક્ષા લીધી. ટૂંકમાં મારે તે તમને એ વાત કહેવી હતી કે પત્ની સારી હાય તે પતિને સુધારે છે.
દિનેશના વનથી માતાપિતાને લાગેલા આઘાત :- દિનેશની પત્ની પણ તેના જેવી હતી. એસા ને તેસા ભેગા થયા. કાણુ કેને સુધારે ? દિનેશ દિવસે દિવસે વધુ બગડવા લાગ્યા. એના માતા-પિતા તો દીકરાની ખળતરા લઈ ને પરલેાકવાસી બની ગયા. બાપના પૈસે તાગડધીન્ના કરવા લાગ્યેા. વીસ મિત્રો સાથે ક્રે છે. જે સારા હતા તે ખસી ગયા. રખડેલ ટાળુ રહ્યું. જે મિત્ર સાથે। હતો તે ખૂબ કંગાલ હતો. તેની માતા ખૂબ બિમાર પડી. ઘરમાં રાટીના સાંસા છે. નોકરી કયાંય મળતી નથી.
દિનેશ પાસે નાકરીની માંગણી’ -- તે દિનેશ પાસે આવીને કહે છે હું મિત્ર ! તું ખૂબ સુખી છે. ફલાણા મીલમાલિક સાથે તમારે ઘર જેવા સમધ છે ને મારી આ દશા છે. તું એ મીલમાલિક ઉપર એક ચિઠ્ઠી લખી આપ તો મને નોકરી રાખે. છેવટે કાંઈ નહિ તો મને મીલના પટ્ટાવાળા તરીકે રાખશે તો પણ રહેવા તૈયાર છું. આટલુ કહેતા તેની આંખમાં ચેાધાર આંસુ વહેવા લાગ્યા. પણ પૈસાના મદમાં છકેલે દિનેશ તેના સામું જોતો નથી. દારૂના નશા કરતાં પણ ધનનો
२७