SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર જીવવું તે આત્માને લાભ કરે છે? “ના”એ તે ઉલ્ટા હાનીકારક છે. જે અપવિત્ર જીવન જીવે છે, હિંસા-જૂઠ-ચોરી, ઈન્દ્રિઓના વિષયમાં આસક્ત બની પરિગ્રહ મેળવવા માટે અન્યાય, અનીતિ ને દુરાચાર આ બધું કરે છે તે છેવટે આકુળ વ્યાકુળ બની ચિંતા–સંતાપ અને અશાંતિની આગમાં શેકાઈ જાય છે. પરિણામે આ લેકમાં રાજદંડ, અપ્રતિષ્ઠા, અને લેકનિંદા વગેરેનો ભય પેદા કરાવે છે. અને પરલોકમાં દુઃખ ભોગવે છે. માટે તમે એક વાત સમજી લે. કે અનાદિ અનંત સંસાર સમુદ્રમાં રખડતા આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી ને મળી છે તે તેમાં આત્મ સાધના કરી લે. ફરીને માનવભવ મળવો દુર્લભ છે. મહાન મુશીબતે અને મહાન પુર્યોદય માનવભવ મળી ગયો. તેમાં પણ બધાને ધર્મ કરવાની સાનુકુળતા પ્રાપ્ત થતી નથી. જે જીવના ગાઢ કર્મનો ઉદય હોય છે તે આચારંગ સૂત્રના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં ભગવંતે કહ્યું છે કે “અંધત્ત, વત્તિ, મૂયાં, જાજર, કુંદન, પુત્ત, વહા, સામાં, सबलत्त, सहलत्तं, सहपमाएण, अणेगरुवाओ जोणीओ संघेइ विरुवरुवे फासे વહિવે ” આચા. સૂ, અ. ૨ ઉ. ૩. આ જીવને અધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, ઠંડાપણું, વામનપણું, કુબડાપણું, કાળાપણું, કાબરચીતરાપણું સરોગીપણું, તથા અનેક નિઓમાં જન્મ ધારણ કરવા અને અનેક પ્રકારના દુઃખો ભેગવવા એ સર્વ પ્રતિકૂળતા અને દુઃખ પિતાના પ્રમાદના કારણથી ઉત્પન્ન થાય છે, વિચાર કરો. તમે નજરે દેખે છે ને કે એક જ ભવમાં મનુષ્યને ઉંચીનીચી સ્થિતિએ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં આજે માણસ લાખ પતિને કરેડપતિ હોય છે તે કાલે કર્મોદયે ભિખારી બનતાં અંગ પર ઢાંકવા કપડું હોતું નથી. આ રીતે શ્રીમંતાઈ ગરીબી, રેગના ઉપદ્ર, નિર્ધનતા, પરવશપણું, વિગેરે સ્થિતિઓના બદલાં થતાં રહે છે, તે બધા ફેરફાર થવાનું કારણ શું ? તેનું કારણ એ છે કે પૂર્વમાં અવિવેકથી આરંભપરિગ્રહમાં આસકત બની અન્ય જીને દુઃખ ઉપજાવ્યા હોય, અસત્ય આચરણ કર્યા હોય, અન્યની સંપત્તિ લૂંટી લીધી હોય, છેતરપિંડી કરી હોય વિગેરે પૂર્વભવનાં બાંધેલા અશુભ કર્મના ઉદયથી થાય છે. માટે હવે જે આવી અવસ્થા પ્રાપ્ત ન કરવી હોય તો વર્તમાનકાળમાં ખૂબ સાવધાની રાખો. જે તમારા વર્તમાનકાળ સુધરશે તે ભવિષ્યકાળ આપોઆપ સુધરી જશે. બંધુઓ ! હવે તમને સમજાય છે કે મનુષ્યભવ શા માટે દુર્લભ છે? ને તેમાં પણ ધર્મારાધના કરવાને સુયોગ તે અતિ દુલર્ભ શા માટે ? તે હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ કે ઈ માણસ પગે અપંગ છે, કાને બહેરે, મેંગે, આંખે અંધ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy