________________
શારદા શિખર
૧૯૧ જમીને મરી જાવું એટલી વાત છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે. પ્રભુ નામ રટી જીવે તરવાને હાથ છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે.
-હો-ભણુગને એને ડાહ્યા થઈ મહાલવું, પાંચમાં પૂછાવું એને મોટા થઈ મહાલવું.
મેટા થવાનો એને કેટલે ઉચાટ છે ?...એમાં તે માનવીને
૨૫–૫૦-૧૦૦ વર્ષની જિંદગી છે. તેમાં ધર્મારાધના કરવાને બદલે પૈસા, પદવી, પ્રતિષ્ઠા, અને પ્રમદાની પાછળ કેટલું પાગલપણું છે ! આ બધું મેળવવામાં જિંદગીનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. હવે પારકી પંચાત છેડીને આત્માની પંચાત કરે તે આત્માનું કલ્યાણ થાય.
મહાબલકુમાર રાજા બન્યાં. તેઓ કમલશ્રી આદિ ૫૦૦ રાણીઓ સાથે સંસારના સુખ ભોગવે છે અને પ્રજાનું પણ સારી રીતે રક્ષણ કરે છે. જે રાજા ન્યાય-નીતિ પૂર્વક રાજ્ય કરે છે, પ્રજાને સંતોષે છે તે પ્રજાના દિલમાં વસે છે. અને જે રાજા પ્રજાને ત્રાસ આપે છે તેને પ્રજા પણ તિરસ્કારે છે. તે રાજા પ્રજાના દિલમાં સ્થાન મેળવી શકતા નથી. આ તે રાજાની વાત છે. પરંતુ એક ઘરના માલિક પણ જે કોધી હોય તે ઘરના માણસો તેનાથી ત્રાસી જાય છે. ને એમ વિચાર કરે છે કે હવે આ થોડા દિવસ ક્યાંક જાય તે સારું. જે તે શાંતિથી રહે તે ઘરના આ વિચાર કરે ખરા ? જે તમે આવા ન બનતાં. એક દષ્ટાંત યાદ આવે છે.
એક રાજા ખૂબ કુર અને ક્રોધી હતા. પ્રજાનો નાનો નહિ જે ગુન્હ હોય તેમાં તે કડકમાં કડક ને ક્રૂર સજા કરતા હતા. એને કોલ કર્યા વિના ચેન પડતું ન હતું. ક્રોધ એનો ખેરાક હતે. ક્યારેક તે કઈ વાંક ન હોય તે પણ કોઈના ઉપર ક્રોધ કરી નાંખતો. એના સિંહાસન ઉપર બેસવા જાય ને કઈ વખત કોઈ માણસ એમને પધારો મહારાજા ! કહીને માન ન આપે તે પણ તેના ઉપર ગુસ્સે થઈને તેમને મારતા. એટલે એમને રાજ્યમાં દરેક માણસ એના ભયથી ધ્રુજતા હતા. અને સૌ કોઈ રાજાની દૃષ્ટિથી દૂર રહેતા હતા. રાજાની પાસે જવાનું કેઈને મન થતું ન હતું. આ રીતે રાજાએ ઘણે વખત ક્રૂર રીતે રાજય ચલાવી પ્રજાને ત્રાહી ત્રાહી પોકારાવી દીધી.
બંધુઓ ! માણસ ગમે તે કોધી હેય, માની હાય, માયાવી હોય કે મોટા મહારાજા હોય પણ કાળ રાજા કોઈને છેડે છે ? સમય જતાં આ ક્રોધી અને ક્રર રાજાનું મૃત્યુ થયું. રાજાના મૃત્યુના સમાચાર આખી નગરીમાં પૂર વેગે પ્રસરી ગયા. પ્રજા ખૂબ રાજી થઈ. બધા કહે આજે તે લાડવા કરીને ખાવા જોઈએ. કુર રાજા