________________
૧૮
શારદા શિખર રહે છે તેમ તમે કામગોથી અલિપ્ત રહે. ભેગાસત ન બનો. આનંદપ્રમુખ દશ શ્રાવકેએ દીક્ષા ન્હોતી લીધી. તેઓ ગૃહસ્થાવાસમાં હતા પરંતુ તેમાં રહેવા છતાં લુખ્ય હેતા બનતાં. તેમને ત્યાં વૈભવને પાર ન હતા છતાં પૈસા, કપડા, ખાવાપીવાની દરેક ચીજોની મર્યાદા કરી હતી. તેમને આશ્રવના બધા દરવાજા ખુલ્લા ન હતાં. અંશે અંશે દરેક ચીજોની મર્યાદા કરીને મર્યાદિત જીવન જીવતાં હતાં. સંસારમાં રહેવા છતાં સંસાર સુખનો સ્વાદ ચાખતા ન હતા. જ્યાં ક્ષણે ક્ષણે પાપનું બંધન થાય ત્યાં સ્વાદ હોય? તમને એક ન્યાય આપીને સમજાવું.
જેમ કેઈ શ્રીમંતની દીકરી શ્રીમંતના દીકરા સાથે પરણાવી. મા–બાપ દીકરીને પરણાવે છે ત્યારે ભારે મૂલું ઘળું આપે છે. એ ઘરચેલું પહેરીને સાસરે ગઈ. એના કર્મોદયે પરણ્યાં બે-ત્રણ વર્ષ થયા ને તેને પતિ ગુજરી ગયે. એટલે વિધવા થઈ. એક જમાનો એ હતો કે બાઈ વિધવા થાય ત્યારે પરણ્યાનું જે ભારે ઘળું હોય તે પહેરાવતા. હવે વિચાર કરે. એ પરણીને આવી ત્યારે એ ઘરચોળું પહેરવાને એને કેટલે આનંદ હતો ! એનું સૌભાગ્ય ચાલ્યું જતાં એ ઘરાળું એને ગમે ખરું? એક વખત આનંદ આપનારું ઘરચોળું પતિ ચાલ્યા જતાં જાણે પિતાના શરીર ઉપર અંગારા ન મૂક્યા હોય! એવું દુઃખદાયક લાગે ને? કોઈનો યુવાન પુત્ર ચાલ્યા જતાં તેની માતા સંસારમાં રહે છે, પણ સંસારમાં એને કેઈ જાતનો સ્વાદ કે આનંદ રહેતું નથી. તેમ ભગવાન કહે છે મારે શ્રાવક કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તે રહે પણ સંસારનો સ્વાદ ન હોય. વિધવા બહેન પતિ ચાલ્યા જતાં સંસારમાં ઉદાસીન ભાવે રહે છે તેમ સાચે શ્રાવક ઉદાસીન ભાવથી રહે.
સર્વભાવથી ઓદાસીન વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જે.અપૂર્વ
સંસારમાં ગમે તેટલું સુખ હોય પણ તેને ક્ષણિક લાગે. પાપનું કામ આવે ત્યાં તે પીછે હઠ કરે. અનર્થો દંડે દંડાય નહિ ને ખોટા કર્મ બાંધે નહિ. કારણ કે તે સમજે છે કે આ કર્મો મારા કટુ દુશમન છે. કમેં મને અનાદિકાળથી સંસારમાં રઝળા છે. હવે તે આ સર્વજ્ઞ પ્રભુનું શાસન પામીને મારે કર્મશત્રુની સામે બાથ બીડીને તેમને ભગાડવા છે. આવી લગની શ્રાવકને હોવી જોઈએ. આજે તે માનવી ક્ષણે ક્ષણે કર્મનું બંધન કરે છે. જ્યાંને ત્યાં અનર્થાદંડે દંડાય છે.
મહાબલકુમાર રાજયમાં ખૂબ અનાસક્ત ભાવથી રહેતા હતા. સંસારમાં રહેતાં આવડે તે માણસ કંઈક કરી શકે, પણ તમને તે સંસારમાં રહેતાં આવડતું નથી. બેલે, આવડે છે? કેટલે મેહ! કેટલી મમતા ને કેટલે પરિગ્રહ ! પારકાને માટે કેટલી પંચાત !