SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૮૩ આવે કે પાણીમાંથી જલ્દી બહાર કેમ નીકળું ? તે સિવાય તેને બીજો કોઈ વિચાર આવતો નથી. જેમ દરિયામાં ડૂબેલા જીવને પોતાની સ્થિતિનું અથવા બચવાથી મારે ઉદય છે તેવું ભાન નથી. તેમ સંસારમાં અજ્ઞાન પ્રવાહમાં ડૂબેલા ને મારા જીવનની સુંદર સ્થિતિ કઈ હેવી જોઈએ તે માંહેલું કંઈ ભાન નથી હોતું. તેથી તેને પિતાને ખ્યાલ નથી ને તેથી મરણ સુધી ધર્મને યાદ કરતો નથી. વર વિનાની જાન જેવો કરાતે ધર્મ :” આજે ધર્મ કરનારા તરફ દષ્ટિ કરીએ તે મોટા ભાગે ધર્મ એ કરાતે દેખાય છે કે જાણે “વર વિનાની જાન.” હું ધર્મ કરનારાને ઉતારી પાડવા માંગતી નથી પણ તેમને સજાગ કરવા માટે એક શહેરમાં સગાવહાલાં જાનમાં વરને લઈને નીકળ્યા. ઘણુ સમય પહેલાંની આ વાત છે. તે સમયે ટ્રેઇન કે બસવ્યવહાર નહોતે તેથી ગાડામાં જાન જતી. જ્યાં વેવાઈનું ગામ આવે ને તેને બે પાંચ ગાઉનું અંતર રહે ત્યારે વેલને બળદેને દેડાવી મૂકે. આમ દેડાવે તેમાં વરરાજાને બેસવાનું ખુલ્લું હોય છે. ને બીજા બધાને પકડવાનું હોય છે. વરરાજા જેમાં બેઠા હોય તે વેલ ખુલ્લી હોય છે. આ રીતે દોડતાં દેડતાં વેલમાંથી વરરાજા પડી ગયા. પણ દેડાવવાની હરિફાઈના કારણે વેલ વરને લેવા ના રહી. હવે તે વહેલ બરાબર વેવાઈના માંડવે આવી, જ્યાં વેવાણ કંકાવટી લઈને જમાઈરાજનું સ્વાગત કરવા ઉભી છે. પણ વહેલમાં વર દેખાતો નથી. આવા સમયે વેલે દેડાવવાની કિંમત શી રહી? વર વહેલમાંથી પડી ગયો, છતાં વેલ ચલાવવાવાળાએ એ ધ્યાન ન રાખ્યું ને વેલ ચલાવી દીધી. જાનૈયા ગમે તેટલા હેય પણ વર વિનાની જાન ભતી નથી. તેમ આજે જીવો ધર્મ કરે છે પણ ધર્મનું ફળ શું છે, તેનું રહસ્ય-મર્મ શું છે તે સમજતાં નથી. ધર્મ કરવા છતાં અંતરમાં શ્રધ્ધા અને આચરણ નથી, તેથી ધર્મ કરવા છતાં આત્માને જે નિર્જરા થવી જોઈએ તે થતી નથી, તેથી વર વિનાની જાન જે ધર્મ કર્યો કહેવાય ને? વરરાજા સહિત જાન હોય તે તેની કિંમત થાય છે. તે જાન લે છે, તેમ અંતરથી શ્રદ્ધાપૂર્વક કરાતે ધર્મ કે જે ધર્મ માટે દેહનું બલિદાન દેવું પડે તે દઈ દે, તેવા ધર્મ કરનારની જગતમાં કિંમત અંકાય છે. આવા ધર્મનું સ્વરૂપ સદ્ગુરૂદેવ પાસેથી સમજવાનું મળે છે. છતાં કંઈક અજ્ઞાની જીવ ઉપાશ્રયમાં સંત પાસે પણ સંસાર સુખની આકાંક્ષાથી આવે છે. પરંતુ જે ચીજો સંત પાસે છે જ નહિ, જેને તે સર્પની કાંચળીની માફક છેડીને નીકળી ગયા છે તે તમને ક્યાંથી આપે ? સંતે પાસે ધર્મ સિવાય બીજી કોઈ વાત નથી. હીરાના તેજને અગ્નિ સાથે અને ખેતીના પાણીને વરસાદ સાથે ન સરખાવાય. ઝવેરીની કિંમત ઝવેરાતના હિસાબે થાય છે. એક કેળી કે જેને ઝવેરાતની પારખ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy