________________
૧૮૨
શારદા શિખર પિતાની મુડી હવે પાછી મળી શકશે ખરી ? ન મળે. તે રીતે આ જિંદગીના કિંમતી દિવસે ચાલ્યા જાય છે તે શું પાછા ફરીને મળી શકે ? જ્ઞાની આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી તારી જિંદગી ધૂળમાં નથી મળી ત્યાં સુધી આ શરીરની કિંમત કેમ કરતા નથી ?
એક સામાયિકનો મહાન લાભ ?” આ મનુષ્યભવની એક મિનિટ એ દેવતાના બે કોડ પલ્યોપમથી કંઈક ન્યૂન જેટલી છે. એક મિનિટમાંથી બે કોડ પલ્યોપમથી કંઈક ન્યૂન દેવનું આયુષ્ય સહેજે લઈ શકશે. કદાચ તમને થશે કે કેવી રીતે ? સાંભળો. હું આપને સમજાવું એક સામાયિક ૪૮ મિનિટની. શુધ્ધ ભાવે એક સામાયિક કરવાથી ૯૨,૫૯,૨૫૯૨૫ પલ્યોપમ દેવતાનું આયુષ્ય તમે મેળવી શકો.તેથી ૧ મિનિટમાં લગભગ બે ક્રોડ પલ્યોપમથી કંઈક ન્યૂન દેવની સ્થિતિ મેળવી શકે. આ દેશ વિરતિની સામાયિક એક મિનિટમાં આટલી મોટી કિંમત મેળવી આપે છે. કેઈની પાસે કિંમતી હીરો હોય પણ તેને હીરાની ઓળખ ન હોય તો તેને કોડીની માફક વેચી દે છે. કૂતરાના હાથમાં કહીનુર આવે તો કિંમત કોડીની પણ ન રહે. આજે તમારા હાથમાં આવી મનુષ્ય જિંદગી સમાન કહીનુર હાથમાં આવ્યું પરંતુ તેને કહીનુર તરીકે સમજાય તે કિંમત કરાવે ને?
બંધુઓ ! આ કિંમતી જીવનમાં જન્મ્યા ત્યારથી મરણ પામ્યા ત્યાં સુધીના બહારના બધા વિચાર કર્યા. આખી જિંદગીને ક્રમ તપાસ્યા પરંતુ હું તમને પૂછું છું કે આત્માને તમે કોઈ ટાઈમે તપાસ્ય છે ખરા ? આત્માને વિચાર કર્યો છે ખરે કે મારો આત્મા કેટલો પાપથી પાછો વળે ? આત્મ સાધનાના ગુણમાં કેટલી પ્રગતિ કરી ? કર્મબંધનથી જલદી મુક્ત બનાય એવી સાધના કરી છે ખરી ? જમ્યા ત્યારે ખાવાપીવાને વિચાર, તેથી આગળ વધ્યા ને થોડા મોટા થયા એટલે નાના બાળકે સાથે રમવામાં, વિદ્યાથી જીવનમાં આવ્યા ત્યારે સ્કૂલમાં ભણવાનો વિચાર, તેથી થોડા મોટા થયા ૧૮, ૨૦ વર્ષના થયા એટલે વહેપાર ધંધાના વિચાર, પછી લગ્ન થયા એટલે પત્નીની, છોકરાની પાલન પોષણની ચિંતા, જેમ જેમ ઉંમરમાં મેટાં થતાં ગયા તેમ તેમ સંસારનું બધુ તપાસતા ગયા પણ હજુ ધર્મને યાદ કર્યો છે ખરો? નથી કર્યો, જેટલા પુત્ર-પરિવારના વિચાર આવે છે તેટલા આત્માના વિચાર આવે છે ખરાં ? નથી આવતા. આજે જગતમાં મરણને પ્રત્યક્ષ નજર સામે જેનારા કેટલા માણસો ? ભાગ્યે જ, ઘણું અલ્પ, જેમ કોઈ માણસ પાણીમાં ડૂબે. હજુ જીવતે છે પણ મરવાની અણી ઉપર છે. તે સમયે તેને હું કોણ છું ? શા માટે ડૂબે ? અત્યારે મારી શી સ્થિતિ છે ? પાણીથી બહાર કેમ નીકળવું ? નીકળે તે મને શું ફાયદે છે ? આવા વિચાર આવે ખરા? ન આવે. તેને તે ફક્ત એક વિચાર