________________
શારદા શિખર
૧૫ એમ કહીને મોકલ્યા બધું પતાવીને મહાસતીજી પધાર્યા ત્યારે કહે હવે સ્વાધ્યાય કરે. બધાને સ્વાધ્યાય કરવાનું કહીને પોતે પણ સ્વાધ્યાય કરવા લાગ્યા. દશમાં દશ મિનિટ એ છીએ ઉપર વ્યાખ્યાન બંધ થયું. ને બધા સંતે નીચે પધાર્યા. રતનચંદજી મહારાજ સાહેબને કહે છે અને બધા પચ્ચખાણ કરાવી દે. મને આલોચના સંભળાવે. કોઈની હિંમત ન ચાલી. પિતે પિતાની જાતે સંથારાના પચ્ચખાણ લઈ લીધા. અને બધાને કહ્યું હવે નવકાર મંત્ર છે. પોતે પણ નવકાર મંત્રનું સ્મરણ કરતાં નમે એ સવ્વસાહૂણું કહેતાં સંવત ૧લ્મ ના વૈશાખ વદ દશમના દિવસે પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ હસતે મુખડે કાળધર્મ પામ્યા. તેઓ તે પિતાની સાધના સાધી ગયા છે. બેટ માત્ર આપણને પડી છે. આવા પ્રતિભાશાળી સંતે વારંવાર થતા નથી. પૂ.ગુરૂદેવનો ખંભાત સંપ્રદાય ઉપર ને જૈન સમાજ ઉપર મહાન ઉપકાર છે. તેઓ ન હોત તે ખંભાત સંપ્રદાયમાં આટલા સંત સતીજીએ ન હેત. અમારા ઉપર તેમને મહાન ઉપકાર છે. “કર્ભે શૂરા ને ધમેં પણ શૂરા ” હતા. તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. એ ઉપકારી ગુરૂદેવના ગુણેની ગીતા છપાવીએ તે પણ ઓછી પડે. એવા તેમના જીવનમાં મહાન ગુણે હતા. આપણે તેમના જીવનમાંથી એકાદ ગુણ અપનાવીએ ને તેમના જેવા બનીને જીવન સાર્થક બનાવીએ. આજે પૂ. ગુરૂદેવના પરિવારમાં પૂ. દશમહારાજ સાહેબ તથા ૧૮ મહાસતીજીએ છે. આ બધો પ્રતાપ પૂ. ગુરૂદેવને છે. આપણે એમના જેવા પવિત્ર બનીએ એવી ભાવના સહિત બંને ગુરૂદેવેને ભાવભીના હૈયાથી શ્રદ્ધાંજલી અર્પ છું.
બા. બ્ર. કુમુદપ્રભા મહાસતીજીનું પ્રવચન.
આજથી નવ દિવસ પહેલાં પૂ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજીએ જાહેરાત કરી હતી કે અષાડ વદ ૧૦ ના દિવસે પૂ. શામજીસ્વામીની પુણ્યતિથિ આવે છે. તે દિવસ આજે આવી ગયો. સમયને જતાં શી વાર ?
અનાદિકાળથી આત્મા સંસારમાં રઝળે છે. એ રખડપટ્ટી અટકાવવા માટે જીવને સંત સમાગમની જરૂર છે. પાપીમાં પાપી જીના ઉધાર કરનાર હોય તે તે સંત છે. સંતના સમાગમથી પાપી જી પણ પુનીત બની ગયા તેવા કેટલાએ દાખલા છે.
ગુરૂ દિપક સમાન છે. દિપક અંધકારને દૂર કરે છે. તેમ ગુરૂદેવે પણ અનંતકાળથી જે મિથ્યાત્વના કચરા આત્મા ઉપર ચઢેલા છે તેને દૂર કરાવી આપણા જીવનમાં સમ્યકત્વને દિપક પ્રગટાવે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ગાઢ અંધકાર નહિ જાય ત્યાં સુધી સમ્યકત્વને પ્રકાશ નહિ થાય. જેમણે જીવનમાં કંઈક પ્રેરણા આપી છે એવા તારક ગુરૂદેવ પૂ. શામજી સ્વામી અને બીજા છગનલાલજી મહારાજ સાહેબની
પુણ્યતિથિ છે,