________________
૧૭૪
શારદા શિખર
અલૌકિક જાદુ હતું. તેમની વાણી સાંભળીને જૈન-જૈનેતરા ધમ પામી જતાં. તેમણે ખંભાત સંપ્રદાયમાં ઘણાં સાધુ બનાવ્યા હતા. તેમના પ્રથમ શિષ્ય અમારા તારણહાર, જીવન નૈયાના સુકાની ખા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ હતા. ગુરૂ પણ ક્ષત્રિય ને શિષ્ય પણ ક્ષત્રિય હતાં, પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ તેમના એક રત્ન સમાન તેજસ્વી શિષ્યરત્ન હતા.
પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને રત્નચંદ્રજી મહારાજ સાહેબ માટે તા લેાકેા એમ જ કહેતાં કે જાણે મહાવીર-ગૌતમની જોડી. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેખ સદા ગુરૂની સાનિધ્યમાં ને સેવામાં હાજર જ હાય. એવા તે શિષ્ય હતા. પૂ. ગુરૂદેવ પોતાના સાત શિષ્યાને સાથે લઈને ૧૯૭૫માં મુંબઈ પધાર્યા. ત્યારે કચ્છીની વાડીમાં ચાતુર્માસ કયુ.... તે સમયે મુંબઈમાં ધર્મસ્થાનક ન હતું. ભાડાની વાડીમાં રાખેલા. તે સમયે પૂ. ગુરૂદેવે શ્રાવકાને ટકેાર કરી કે જૈન સતાને માટે વાડી ભાડે રખાય ને ભાડું ભરવું પડે તે ચેાગ્ય નથી. તે સમયે મેઘજી થેાભાણ જીવતા હતા. તે બધા શ્રાવકાએ ભેગા થઈને ઉપાશ્રય કર્યાં. કાંદાવાડીમાં હાલ જે આયખીલ ખાતાનું મકાન છે તે પહેલાં ઉપાશ્રય હતા. પૂ. ગુરૂદેવ અજમેર સાધુ સંમેલનમાં પણ પધારેલા. આ રીતે પૂ. ગુરૂદેવે દેશ વિદેશમાં ખૂખ વિચરીને ધના ધ્વજ ફરકાવ્યેા.
સંવત ૧૯૯૫માં પૂ. ગુરૂદેવ અમદાવાદમાં બિરાજમાન હતા. તેમને ઢીંચણમાં સખ્ત વાતું દર્દ રહેતું. જુએ, આજે ચેાગાનુગ કેવા આવ્યે ? કે પૂ. શામજી સ્વામીની આજે પુણ્યતિથિ છે. તે શામજી સ્વામી પણ પૂ. ગુરૂદેવની સાથે અમદાવાદ દોલતખાનાના ઉપાશ્રયે ખિરાજતાં હતાં. પેાતાને પગમાં વાને સખ્ત દુખાવા થતા હતા જેથી ઉપર વ્યાખ્યાન ફરમાવવા જતા ન હતા. વૈશાખ વદ દશમના દિવસે તેમણે પૂ. શામજી સ્વામી તથા પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને કહ્યું આજે દશમાં દશ મિનિટ ખાકી રહે ત્યારે વ્યાખ્યાન ખંધ કરો. ત્યારે પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ કહે કેમ ગુરૂદેવ ! તે કહે મારે ઉપર જવું છે. ત્યારે બધા સંતા કહે છે ચાલેા, આપને અમે ઉચકીનેઉપર લઈ જઈ એ. તા કહે. ના, મારે એમ ઉપર નથી આવવું. મારે મારી સાધનાની સમાધિમાં લીન અનવું છે. તેમ કહ્યું. પણ તદ્ન સાજું શરીર, કોઈ જાતના રોગ નહિ. સાચું કાણુ માને ? કોઈ ને ખબર પડી નહિ. વ્યાખ્યાન શરૂ થયું. મારા પૂ. ગુરૂણી પાવ તીખાઈ મહાસતીજી પણ ત્યાં હતાં. તેએ પધાર્યા એટલે કહે કે સવારના આહાર પડયા છે કે બધું વપરાઈ ગયું ? તો કહે-થાડું પડયું છે. ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું કે પહેલા કાળના જે આહાર પાણી હોય તે તરત પતાવીને અહી આવે. પૂ. મહાસતીજી કહે સાહેખ ! વ્યાખ્યાનમાંથી જઈને પતાવી દઈશું. તે કહે ના, અત્યારે પતાવી દો.