SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૭ પ્રરૂપણા હાય તેવા મહાવ્રતધારી ત્યાગી સંતા સુગુરૂ છે. અને જિનેશ્વર ભગવંતાએ ક્શન કરેલા દયામય ધર્મ તે સુધર્મ છે. આ પ્રમાણે દેવ-સુગુરૂ અને સુધર્મને માનવાવાળા એ સાચી શ્રધ્ધાવાળા છે. સમકિત સૃષ્ટિ છે અને આરાધક છે. શ્રી જિનેશ્વર દેવનુ વચન સત્ય છે. આ શ્રધ્ધા જ્યાં સુધી દૃઢ ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતા નથી. કારણ કે જિનેશ્વર દેવના વચનમાં દૃઢ શ્રધ્ધા થવી તેનું નામ સમકિત છે. સમકિત એ ધર્મનુ' ખીજ છે. ખીજ હોય તે ધીમે ધીમે તે વૃધ્ધિ અને ફળરૂપે પરિણમે છે. પણ જ્યાં ખીજનું ઠેકાણુ નથી ત્યાં આગળ વધવાની વાત ક્યાંથી કરાય ? દેવાનુપ્રિયા ! જેમ એકડા વિનાના મીડાની કંઈ કિંમત નથી તેમ શ્રષા વિશ્વના જ્ઞાન અને ક્રિયાની કંઈ કિં་મત નથી. શ્રધ્ધા વિનાની ક્રિયા એ દ્રવ્ય ક્રિયા છે. મેાક્ષની પ્રાપ્તિ માટે શ્રધ્ધાપૂર્વકની દ્રશ્ય અને ભાવ ક્રિયાની જરૂર છે. સમક્તિ સહિત સિધ્ધાંતની આજ્ઞા મુજખની શુધ્ધ ભાવથી કરેલી ધર્મીક્રિયા તે સાચી આરાધના છે. એવી આરાધનાની કિંમત છે. એનાથી મેાક્ષ રૂપી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં મારે કહેવાના આશય એ છે કે શ્રધ્ધાપૂર્ણાંક કલ્યાણની કામનાથી કરેલી ક્રિયાનું નામ આરાધના. જેમ રાગી અને દ્વેષી એ સાચા દેવ ન કહેવાય તેમ લાડી–વાડી અને ગાડીના મેાહમાં પડેલા તે સુગુરૂ ના કહેવાય. માની લે કે ત્યાગીતપસ્વી હાય છતાં જેમની પ્રરૂપણા સિધ્ધાંત મુજખની ન હાર્ય પણ સિધ્ધાંતથી વિરૂધ્ધ હાય તે કુગુરૂ છે. પછી ભલે તે મોટા આચાય હાય, બહુ શિષ્યેા અને ભક્તોથી ઘેરાયેલા હાય, ત્યાગી, તપસ્વી અને મહાન વિદ્વાન હેાય પણ જો તેની દેશના શાસ્ત્ર વિરૂધ્ધ છે તેા તે કુરૂ છે. એવા કુશુરૂ પાતે ડૂબે છે ને પોતાના શરણે આવનારને પણ ડૂબાડે છે. જેમ લેાઢાની નાવ પાતે ડૂબે છે ને તેમાં એસનારને પણ ડૂબાડે છે. તેમ કુશુરૂ પાતે ડૂબે છે ને ખીજાને ડૂબાડે છે, ખંધુએ ! આપણે જેમનાથી ધર્મ પામ્યા હાઇ એ તે આપણાં પરમ ઉપકારી કહેવાય. આપણે કઈ પણ રીતે તેમના ઋણમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. ઠાણાંગ સૂત્રમાં ત્રીજે ઠાણે ભગવંતે કહ્યું છે કે મનુષ્ય માત્રને માથે ત્રણુ જણને મહાન ઉપકાર હાય છે. એક તા માતા-પિતાના, ખીજો શેઠના ને ત્રીજો ગુરૂને. તેમાં માતા-પિતા તથા શેઠના ઉપકારના બદલેા કાઈ પણ રીતે વાળી શકાય છે પણ આપણને ધર્મ પમાડનાર ગુરૂના ઉપકારના બદલા તેમની ગમે તેટલી સેવા સુશ્રુષા કરવામાં આવે તે પણ વાળ્યેા વળતા નથી પણ જો તે ધમ થી પડિવાઈ થએલ હાય અને તેમને કેવળી પ્રરૂપિત ધર્મમાં ફરીને સ્થાપન કરીએ તા અવશ્ય વળી શકે. મારે પણ એવા પવિત્ર સુગુરૂના ગુણગ્રામ કરવા છે. ગુણગાન કેાના ગવાય છે ? આ તપ ત્યાગ અને સયમની સૌરભથી પોતાનુ જીવન ઉજ્જવળ ખનાવી ગયા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy