________________
૧૦
શારદા શિખર
આવે છે તેથી કહું છું કે સમજીને છેડી દે. ઘણું સમજાવ્યેા. પણ વિષ્ટાના કીડાને વિષ્ટામાં આનંદ આવે ને ! એને વિષ્ટામાંથી કમળના ફૂલ ઉપર લાવીને મૂકી દે તે બિચારા ગુંગળાઈ ને મરી જાય. એને વિષ્ટામાં ગમે છે. તેમાં ઉત્પન્ન થાય છે ને તેમાં મરે છે. બ્રહ્મદત્ત કહે છે ભાઈ ! હું મોટો ચક્રવત' અને તમે ઘેર ઘેર ભીખના ટુકડા માંગીને ખાઓ છે. મને તેા તમારી દયા આવે છે, તમને માંગતા જોઉં છું ને મને લાજ આવે છે. માટે સાધુના વેશ ઉતારીને મારા મહેલમાં આવી જાએ. “ ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક, બ્રહ્મ આ, સુખ મહાલય ને વળી રાજ્ય આ, રમણી રમ્ય સુવૈભવ ભાગ આ, તપ દુઃખા તજી એ નિત્ય ભાગવા. ”
મારે ત્યાં ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક અને બ્રહ્મ આવા પાંચ પાંચ પ્રકારના મેટા મહેલે છે. આવું મારું વિશાળ રાજ્ય છે. તમને મનગમતી સૌ વાન સ્ત્રીએ પરણાવીશ. તમને સંસાર સુખની જે સામગ્રી જોઈશે તે બધી પૂરી પાડીશ. મારા રાજમહેલમાં આવી જાએ.
દેવાનુપ્રિયે ! જીવની કેવી અવળાઈ છે! સંતે એની દયા કરી ત્યારે એ સંતની દયા ખાવા બેઠો. અહીં પણ એવા કંઈક જીવા છે. કોઈ શ્રાવક ધર્મ આરાધના ના કરતા હાય, માત્ર કમાવામાં માનવ જીવનની સફળતા માનતા હેાય તેવા શ્રાવકને સંત-સતીજી કહે કે ભાઈ ! થેાડીવાર ધર્મસ્થાનકમાં આવે ને સંત સમાગમ કરે. આવે અવસર ફરીને નહિ મળે જો ધર્મ નહિ કરો તા તમારુ શુ થશે ? ત્યારે એ ખિચારા એમ કહે–મહાસતીજી ! તમારે આ બધું વજન ઉપાડીને ફરવું ઘેર ઘેર ગૌચરી જવું આ બધુ કષ્ટ જોઈને અમને તમારી દયા આવે છે. ( હસાહસ ) ભલા ! યા તા તારી ખાવા જેવી છે. અમારી નહિ. ભગવાનના સંતા ક્ષણે ક્ષણે કની નિરા કરે છે. સાધુ વૈયાવચ્ચ કરે, તપ કરે, સ્વાધ્યાય કરે, વિહાર કરે કે ગૌચરી કરવા જાય, સાધુપણાની કાઈ પણ ક્રિયા શુધ્ધ ભાવથી કરે તેા શ્વાસે શ્વાસે કમની નિરા થાય, સાધુ ગૌચરી જાય ત્યારે શું ચિંતવણા કરે ?
અહા ! જિનેશ્વર પ્રભુના કેવા મહાન ઉપકાર છે કે સંયમના રક્ષણ માટે નિર્દોષ, પાપ રહિત ગૌચરી કરવાનું બતાવ્યું છે. ગૌચરીમાં આધાકર્માદિ ૪ર દોષા ટાળી, શુધ્ધ ગવેષણા કરવાની છે. તે મારે અત્યારે વિશેષ કરીને તે દોષ ટાળવા સતત ઉપયોગવંત બનવું જાઈ એ. જીભના સ્વાદની લાલસાથી, બેદરકારીથી કે અનુપયોગથી મારે ગૌચરીમાં કાઈ પણ દોષ ન લગાડવા જોઇએ. આ રીતે ભગવ’તની આજ્ઞા પ્રમાણે નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરીશ તો મારે। સંયમ શુધ્ધ પળાશે. મારા અધ્યવસાયો નિ`ળ ખનશે. એટલું જ નહિ પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આવી મારી નિર્દોષ આહાર-પાણીની ગવેષણા જોઈ ને ખીજા સાધુ-સાધ્વીઓને પ્રેરણા