SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૫૨ ઢોળાઈ જાય તે અરર....ઢોળાઈ ગયું એમ થાય. અસલના સમયમાં ચાપડી કાળી શાહીથી લખતાં હતાં. એને જલ્દી સૂકવવા માટે કાળી રેત રાખતાં હતાં તેમાંથી કાઈ એક મુઠ્ઠી રેત ફેકી દે તે તેને વઢતાં. કારણ કે એ ખધી વસ્તુઓની કિંમત તેમને હતી. તેટલી આ જિંદગીની કિં ંમત છે! ઘી-તેલ-દૂધ ને ધૂળનુ નુકશાન થાય તે આંચકા આવે છે પણ આ જિંદગીના કલાકા ને કલાકો, દિવસેા, મહિના ને વર્ષો પ્રમાદમાં ગયા તેનેા તમને આંચકો લાગે છે? માટે કહ્યુ છે કે ધૂળ કરતાં પણ તમે જિંદગીને હલકી ગણી છે. જ્યારે તમને એમ થશે કે મારી જિંદગીના આટલા વર્ષોં મેં વિષય-કષાય ને પ્રમાદમાં પસાર કર્યાં ! આત્મા માટે કંઈ ન કર્યુ॰ ! પરભવમાં મારું શું થશે ? આવા આંચકો લાગશે ત્યારે જિંદગીની કિંમત સમજાશે. જો આવું ન થાય તેા સમજી લેજો કે મે' ખાટના વહેપાર માંડયા છે. બલરાજાને સમજાયું કે હું જ્યાં સુધી સમજ્ગ્યા ન હતા ત્યાં સુધી તે ખાટના ધંધા કર્યા. હવે મારે ખાટા વહેપાર કરવા નથી. કાઈ માણસ આનેા લઈ ને રૂપિયે આપી દેતા નથી અને આપે તે તમે તેને મૂર્ખ કહા ને ? તે હવે ક્ષણિક સુખમાં રાચીને લાંખા કાળનું દુઃખ વહારે તેને કેવા કહેવા ? અલરાજાને હવે શાશ્વત સુખ મેળવવાની લગની લાગી છે. સંસારનાં ક્ષણિક સુખ ગમતાં નથી. ખીજી રીતે પણ એ વિચાર થયા કે આ રાજમુગટ ભવને ભાર વધારનાર છે. રાજાઓને ડગલે ને પગલે ભય છે. એમને એકલા બહાર નીકળાય નહિ. એને ખાવામાં, પહેરવામાં બધે ભય છે. કારણ કે જેટલી સત્તા વધુ તેટલા શત્રુએ પણ વધારે. એવા મેાટા માણસાને ખાવામાં ઝેર અપાય છે. તેને બેસવાની ખુરશીમાં ને તેના પહેરવાના વસ્ત્રોમાં પણ ઝેર નાંખવામાં આવે છે. એટલે રાજા તે બિચારા સુખે ખાઈ શકતા નથી ને સૂઈ શકતા નથી. રાજમુગટ પહેરનારા કંઈક રાજાએ મરીને નરકમાં ચાલ્યા ગયા. ચિત્ત અને બ્રહ્મદત્ત અને પૂર્વભવમાં સગા ભાઈ હતા. ને સાથે દીક્ષા લીધી હતી. તે વખતે બ્રહ્મદત્તે સનતકુમાર ચક્રવર્તિની ઋધ્ધિ જોઈને મુનિપણામાં નિયાણું કર્યું" હતું, કે મારા તપ-સંયમનું ફળ હોય તે હું આવતા ભવમાં આવે ચક્રવર્તિ થા.... એ નિયાણાના ખળથી બ્રહ્મદત્ત ચક્રવતિ બન્યા ને ચિત્તમુનિએ દીક્ષા લીધી. જાતિસ્મરણ જ્ઞાનના ખળથી ચિત્તમુનિ બ્રહ્મદત્તને શેાધતાં આવ્યા. એને દયા આવી કે આ મારા ભાઈ રાજમુગટની શૈાભામાં પડી ગયા છે. ને કામણેાગના કીચડમાં ગળાબૂડ ખેંચી ગયા છે. તે હું તેને ધના ઉપદેશ આપી કીચડમાંથી ખહાર કાઢું. એટલે ધર્મોના ઉપદેશ આપતાં ચિત્તમુનિ કહે છે કે બ્રહ્મદત્ત ! આ તારા રાજમુગટ, ચક્રવતિનું પદ તું નહિ છે; તે તે તને નરફની ટિકિટ અપાવશે. મને તારી યા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy