________________
૧૫૭ નથી તે કઈ તેને ટીપતું નથી. તેમ આ જીવ પણ આકાશની માફક આશ્રય વિનાને થાય તે કેઈ જાતની પીડા ન થાય. સમજે, આવા દુઃખના કારણમાં શા માટે રાગ કર જોઈએ ? આ શરીર એ ચારે ગતિના દુઃખને દલાલ છે. આકાશને કઈ ઘણું મારતું નથી કારણ કે તે તેનામાં ભળતું નથી. અગ્નિને પણ કાઈ ઘણ મારત નહિ પણ તે લોખંડમાં ભળે તે માર ખાવું પડે તેમ આ આત્મા પણ નિરંજન નિરાકાર અને જતિ સ્વરૂપ છે પણ મહારાજાના મેલા મકાનમાં મ્હાલવા માટે દાખલ થયો છે એટલે માર ન ખાય તે શું થાય ?
બંધુઓ ! આ ચૈતન્ય દેવ દુઃખના કારણે એવા શરીરમાં આવીને ફસાઈ ગયો છે. તમે કઈ જગ્યાએ જાવ ને ત્યાં અનુકૂળતા ન મળે પણ ત્યાંથી નીકળી શકે તેમ પણ નથી તે મનમાં એમ તો કહે ને કે “આવી ફસાયા ભાઈ આવી ફસાયા.” આવી જીવની સ્થિતિ થઈ છે. અનંતભવમાં જીવે ભૂલ કરી છે. ભૂલ થઈ છે એટલે ભડકો છે. હવે એ ભડકો ઓલવવાને છે. એ ભૂલની જે શિક્ષા મળી છે તેને સમતા ભાવે સહન કરી લો. જે સમતાપૂર્વક સહન નહિ કરે તે માટે ચાર ગણે ભડકો થશે. માની લો કે કોઈ માણસે કઈ ચીજ રસ્તામાં મૂકી છે. બીજો માણસ ત્યાંથી નીકળ્યો. પેલી વસ્તુને ભૂલથી પગ અડી ગયા. ત્યારે પેલે કહે કે ભાઈ! જરા જોઈને ચાલ. તે વખતે પેલો માણસ કહી દે કે ભૂલથી પગ અડી ગયા છે તે વાત પતી જાય, પણ જે એમ કહે કે તને ભાન છે કે નહિ? આ વસ્તુ રસ્તામાં કેમ નાંખી છે? ત્યારે પેલે કહે કે તારે આંખો છે કે નહિ? એમ વાત આગળ વધે ને મોટે ભડકે થાય. પણ ભૂલને કબૂલ કરી લઈએ તે છેડેથી પતી જાય ને આગળ વધીએ તે માટે ભડકો થાય. આપણા આત્મા એ ભવભવમાં ભૂલોનું ભાજન બનીને દુઃખના ઘરરૂપ શરીરમાં પ્રવેશ કર્યો છે. તેને લીધે મેટ ભડકે થયે છે. માટે ભૂલને સહી લે તે ફરી ફરીને દુઃખ આવે નહિ.
આ શરીર એ કેદખાનું છે આ શરીર છે તે દુખ છે. એ વાત તે સમજાઈ ગઈ ને ? દુઃખથી કંટાળી પણ ગયાં છે. હવે જે દુઃખ ન જોઈતું હોય તે હવે વારંવાર શરીર ન કરવા પડે, બીજા શરીરમાં કેદ ન થવું પડે તેનું લક્ષ રાખો. દુઃખ આવે ત્યારે આકુળ-વ્યાકુળ થઈ જવાય છે પણ હવે આવું દુઃખ ન ભોગવવું પડે તે માટે સાવધાની કેટલી ? સમજે તે કેદને મજબૂત કરનારા છીએ. કારણ કે કેદ કેદરૂપ લાગી નથી. આ શરીર જેલખાનું છે. કેદી કેદખાનામાં પૂરાયા પછી તેને છોડીને બહાર જઈ શકતો નથી. જેલ સળગે તે ભેગે કેદી પણ સળગી જાય છે. તેમ આત્મા પણ શરીર રૂપી જેલમાં પૂરા છે. એટલે શરીરના દુઃખે દુઃખી થવું પડે છે. પણ દુઃખ વખતે આત્મા શરીરથી બહાર નીકળી શક્તા નથી. આ