________________
૧૫૬
શારદા શિખર દુઃખકારક છે. તે આ ધર્મ કરવાની અમૂલ્ય તક છે. હવે તે જાગે, આત્માને ઓળખે ને વિષય ઉપર વિજય મેળવે. ગઈ કાલે કહ્યું હતું ને કે ધર્મના કાર્યમાં ઢીલ ન કરે, એક સંસ્કૃત લેકમાં પણ કહ્યું છે કે
श्वः कार्यमद्य कुर्वीत पूर्वान्हे चापरान्हिकम् । नहि प्रतिक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ॥
કાલે કરવા યોગ્ય શુભ કાર્ય આજે કરી લે. મૃત્યુ રાહ નહિ જુવે કે જીવનું કાર્ય પૂરું થયું છે કે નહિ? બધું અહીં મૂકીને પુય-પાપ સાથે લઈને જવાનું છે. બને તેટલી ધર્મ આરાધના કરી છે જેથી જન્મ જન્મ શાંતિ મળે. મળેલ અવસર ગુમાવે નહિ.
ધર્મઘોષ મુનિની વાણી સાંભળી બલરાજાને સંસાર દાવાનળ જેવું લાગે. તેમને લાગ્યું કે આ સંસાર સંગ અને વિયેગનું ઘર છે. સંસારનું સુખ ક્ષણિક છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ભગવંતે ફરમાવ્યું છે કે
खणमेत्तसुक्खा बहुकालदुक्खा पगामदुक्खा अणिगाम सुकखा। संसार भोकखस्स विपकखभूया, खाणी अणत्याण उ कामभोगा ॥
ઉત્ત. સુ. અ. ૧૪ ગાથા ૧૩ આ સંસારના ક્ષણિક સુખની પાછળ લાંબાકાળનું દુઃખ ભોગવવું પડે છે. સુખ અલ્પ અને દુઃખ મહાન છે. આ કામ ભોગે સંસાર વર્ધક મેક્ષના વિરોધી અને અનર્થોની ખાણ છે.
બલરાજાને સંસારના સમસ્ત સુખ અનર્થની ખાણ જેવા લાગ્યા. વીતરાગ વાણીની હદયમાં ચોટ લાગી. પછી સંસારમાં સર્વ જગ્યાએ તેમને દુઃખ દેખાયું. સંસારનું એક પણ સ્થાન દુઃખ વિનાનું નથી એમ વીતરાગ વાણી સાંભળીને નિશ્ચય થયો. હવે એ દુઃખ શાથી છે? તે પણ તેમને સમજાઈ ગયું છે. બલરાજાને એ બરાબર સમજાઈ ગયું પણ તમને સમજાયું કે નહિ? જુએ, તમે ન સમજ્યા
તે હું સમજાવું. સાંભળે, આ સંસારના બધા દુઃખ કેના કારણથી છે? સંસારમાં દુઃખ હોય તો શરીરના કારણથી છે. આ એક શરીર ન હોય તે જીવને કોઈ જગ્યાએ દુઃખનું સ્થાન નથી. જીવને એકલાને દુઃખ નથી પણ શરીરમાં દાખલ થયે તેથી દુઃખ ભોગવવું પડે છે. અગ્નિ અગ્નિરૂપમાં હોય ત્યારે તેને કોઈ ઘણુ મારતું નથી પણ અગ્નિ ખંડમાં દાખલ થાય છે ત્યારે ધડધડ ઘણું પડે છે. અગ્નિ લેઢામાં દાખલ થયો કે માથે ઘણ પડયા તેમ જીવ પણ મેહરાજાના ઘરમાં પિઠ કે કર્મરાજાના ઘણું પડે છે. આકાશ બધે છે પણ તે કઈને આશ્રય કરતું