________________
૧૫૪.
શારદા શિખર ઠિ. ને તેને ફૂલહાર પહેરાવી પૂજા કરવા લાગ્યું. એણે બાપને કેવું દુઃખ આપ્યું છે તે બધાં જાણતા હતાં. પણ કોઈ કહેવા ન ગયું. પણ શેઠના મિત્રે કહ્યું-સુરેશ ! હવે તું આ ખેટે દંભ શા માટે કરે છે? તે તારા બાપને જીવતાં એક દિવસ સુખ આપ્યું નથી ને હવે મર્યા પછી મેટી પિકે રડે છે. જીવતા જાણ્યા નહિને મર્યા પછી પૂજા કરવા બેઠે છે. એને શું અર્થ છે? તારા જે દુનિયામાં દંભી કેણ છે? એમ કહી ખૂબ ફીટકાર આપ્યો.
ટૂંકમાં મારે તે તમને એક વાત કહેવી છે કે આ સંસાર અસાર છે. કુટુંબપરિવાર અને પૈસા કઈ પરલોકમાં જીવને ત્રાણુ શરણ થવાનું નથી. માટે સંસારની માયા-મમતા છોડી દે.
આજે મીઠે આ સંસાર, કાલે દુઃખ પારાવાર એને ચાર શું કરું? આજે જેને છે સંગાથ, કાલે છેડી દેશે સાથે એને પ્યાર શું કરું?
તમે સમજી લેજો કે આ સંસારને પ્યાર કરવા જેવું નથી. જે પ્યાર કરવા ગયા તે મગનલાલ શેઠ જેવી દશા થશે. સંયમ ન લઈ શકતા હે તે સંસારમાં અલિપ્ત ભાવે રહે.
બલરાજાને ધર્મઘોષ અણગારની વાણી સાંભળીને સંસારની અસારતા સમજાઈ ગઈ. તે ગુરૂને વંદન કરીને કહે છે તમે મને સંસાર દાવાનળમાંથી ઉગાર્યો. મારે સંસાર ત્યાગીને સંયમી બનવું છે, એટલે હું ઘેર જાઉં ને મારા પુત્રને રાજ્યાભિષેક કરીને દીક્ષા લઈશ. બલરાજા ધર્મ ઘેાષ અણગારને આ પ્રમાણે કહીને પિતાના મહેલમાં આવ્યા. બેલે, તમારામાં કોઈને ભાવ છે કે કેમ? વજુભાઈ હીરાભાઈ એકાદ જણ તે મને એમ કહે કે મહાસતીજી! ચોમાસું પૂરું થયા પછી હું દીક્ષા લઈશ. (હસાહસ) બલરાજાએ ઘેર આવીને પિતાની ધારિણી પ્રમુખ ૧૦૦૦ રાણીઓ તથા મહાબલકુમારને પિતાને દીક્ષા લેવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મહાબલકુમાર કહે છે પિતાજી ! હજુ તે હું નાનો છું. મારા ઉપર રાજ્યનો ભાર નાંખીને તમે દીક્ષા લેશે? ધારિણી આદિ રાણીઓને પણ ખૂબ દુ:ખ થયું. એ બધાં રાજાને સંસારમાં રહેવા માટે ખૂબ આગ્રહ કરે છે. બલરાજા એમ વિચાર નથી કરતાં કે બધાં ખૂબ રડે છે તે શેડો સમય રોકાઈ જાઉં. હવે મહાબલકુમાર રાજ્યાભિષેક કરશે ને બધાને સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે.