________________
શારદા શિખર તેને ખૂબ શેાધી પણ મળી નહિ. બિચારી ઝૂરીને મરી ગઈ હશે. એ સાચી બાઈને બેટી પાડી તેના ભવાડા કર્યા. એનું કરૂણ રૂદન મારી નજર સમક્ષ દેખાય છે. એ પાપને ડંખ મારા દિલમાંથી જતું નથી. સાહેબ ! આવા કાળા કામ કરનારા એવા પાપી અમે ધોળા તંબુમાં કયાંથી બેસીએ ? આ ચાર જણાના મુખેથી પાપની કહાની સાંભળીને પાપને પશ્ચાતાપ જોઈને રાજાનું હૃદય પીગળી ગયું.
ઘોર પાપી હોવા છતાં ધમને ડેળ કરતા માનવીની પરીક્ષા લેતા શ્રેણુક રાજા”
હવે રાજા અને અભયકુમાર ધમની પરીક્ષા કરવા માટે ધોળા તંબુમાં આવ્યા. ધોળા તંબુમાં તે પડે તેના કકડા છે. અભયકુમાર કહે પિતાજી! જુઓ, અહીં બધા કેવા ધમઠ છો ભેગા થયા છે. બધાં માણસોને ખસેડીને બંને જણ અંદર ગયા. પહેલે ધડાકે એક વેશ્યા આવી. તેને મહારાજાએ પૂછયું-બહેન! તમે શું ધર્મ આરાધના કરી છે, શું દાન પુણ્ય કર્યા છે કે આ ધોળા તંબુમાં તમને સ્થાન મળ્યું? વેશ્યા કહે છે સાહેબ! મારા જેવું કેણ દાન અને ધર્મ કરે છે. હું નિત્ય નવા શણગાર સજું છું સારા સારા વસ્ત્રો પહેરું છું. ને નિત્ય નવા પુરુષોને શરાબની પ્યાલીઓ પાઈને તેનું મન રંજન કરું છું. તેની વાસનાને સંતોષે છું. જે મારે ત્યાં આવે તેને સંતોષવા એ મારે ધર્મ છે. હું ધમી ખરી કે નહિ? વેશ્યાને જવાબ સાંભળીને મહારાજા શ્રેણીક સ્તબ્ધ બની ગયા. શું માણસની બનાવટ છે! પિતે અધમી-પાપી હોવા છતાં પાપને કબૂલ નહિ કરતાં પિતાને ધમ કહેવડાવવાને ડોળ કરે છે.
વેશ્યાની વાત પૂરી થઈ ત્યાં બીજો પુરૂષ આવ્યું. તેને રાજાએ પૂછયું-બોલ ભાઈ ! તે શું પુણ્ય કર્યું કે આ સફેદ તંબુમાં તું આવ્યું ? એ માણસ કસાઈ હતો. કસાઈ કહે છે સાહેબ ! હું ઘેટાં બકરાને કાપીને દરરોજ બધાને માંસ આપું છું સવારના પ્રહરમાં મારી દુકાને કેટલી ભીડ જામે છે. હું વહેલા ઉઠી બકરા કાપીને બધાને માટે માંસ તૈયાર કરી રાખું છું જે હું બધાને માંસ ન આપું તો ભૂખ્યા મરે ને ? માંસ આપીને ભૂખ્યાની ભૂખ ભાંગું છું. બોલો હું સાચો ધમી ખરે કે નહિ?
કસાઈની વાત પૂરી થઈ ત્યાં ત્રીજે દલાલ આવે. તેને અભયકુમારે પૂછયું ભાઈ! તે શું ધર્મ કર્યો? તો કહે છે સાહેબ ! હું દલાલ છું દુનિયામાં અનેક જાતના દલાલ હોય છે. કેઈ ઝવેરાતની, કેઈ કાપડની કે કેઈ અનાજની દલાલી કરે પણ હું તો કન્યાને દલાલ છું. કોઈને કન્યા મળતી ન હોય તો તેને માટે કન્યા શોધી લાવું. પછી ભલે તે મુસલમાનની, મેચીની કે કેળીની દીકરી હોય પણ હું તો વાણીયાની દીકરી છું. એમ કહીને કોઈની સાથે પરણાવું છું. આ રીતે હું