________________
૧૪૧
શારા શિખર હું તે એ ત્રણે કરતાં બેદ છું. મારા પાપ પ્રગટ કરતાં મને શરમ આવે છે. હું મોટે વહેપારી છું. મારા ઉપર વિશ્વાસ કરીને એક વિધવા બાઈ ખૂબ ગરીબ હતી, જેણે પૈસો પૈસો કરીને બે હજાર રૂપિયા ભેગા કરેલા તે મારી દુકાને વ્યાજે મૂકી ગઈ. મેં એક વર્ષ તે એને બરાબર વ્યાજ આપ્યું. પછી મારી દાનત બગડી. આ ને આ રીતે વ્યાજ આપીશ તે મુડી કરતા વ્યાજ વધી જશે. તે હવે એની મુડી મારે પચાવી લેવી. મેં મારા મુનીમને કહી રાખેલું કે પેલી બાઈ મુડીનું વ્યાજ લેવા આવે ત્યારે તેને દુકાનના એટલે ચઢવા દેતા નહિ. ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું કે મુડી શું ને વ્યાજ શુ? અમે કંઈ જાણતા નથી.
થોડા દિવસ પછી પેલી બાઈ શેઠની દુકાને આવીને મુનીમજીને કહે છે મારે મારી મુડીમાંથી થોડા રૂપિયા ઉપાડવા છે. તમે મને વ્યાજ અને મુડીમાંથી રૂપિયા આપે. ત્યારે મુનીમ કહે છે. અહીં મુડી શું ને વ્યાજ શું? શું બકવાદ કરે છે ? ચાલી જા અહીંથી. એમ કહ્યું પણ બાઈ ગઈ નહિ ત્યારે મેં કહ્યું મુનિમ! એ બાઈ જૂઠ્ઠી છે. અહીં પૈસા મૂકી ગઈ નથી ને આપણા ગળે પડી છે. એને ધક્કા મારીને બહાર કાઢે. મુનિમજીએ ધક્કા મુક્કો મારીને મહામુશીબતે બહાર કાઢી. દુકાનના ઉંબરામાં બે દિવસ સુધી આવીને એણે માથાં પટક્યાં પણ સાહેબ ! મારું કઠોર કાળજું પીગળ્યું નહિ. એ બહેન તો ચાલી ગઈ. બિચારીએ પેટે પાટા બાંધીને માંડ બે હજાર રૂપિયા ભેગા કર્યા હતા. એના બે હજાર રૂપિયા એને મન પ્રાણ જેવા પ્યારા હતા. મેં પાપીએ એના પ્રાણ હરી લીધા. એનું શું થયું એ તે મને ખબર નથી. આ બનાવ બન્યા પછી મને એક દિવસ કઈ સંત સમાગમ થયુંતેમણે અમને સમજાવ્યું કે કેઈની થાપણ એળવવી, ખિસ્સા કાપવા, જીવની હિંસા કરવી અને પરસ્ત્રી સામે કુદષ્ટિ કરવી તે મહાન પાપ છે. આવા પાપ કરવાથી જીવ દુર્ગતિમાં જાય છે ને ત્યાં મહાન ભયાનક દુઃખ ભોગવવા પડે છે. હસી હસીને બાંધેલા કમ નરક ગતિમાં જઈને રડી રડીને ભેગવતાં પાર આવતું નથી. ત્યાં તમને કઈ છોડાવવા નહીં આવે. કર્મના દેણુ ચક્રવર્તિ વ્યાજ સહિત ભરપાઈ કરવા પડે છે.
કાળા તંબુમાં બેઠેલાં ચારે ય માણસે કહેવા લાગ્યા-સાહેબ! અમને અમારી ભૂલનું ભાન થયું ત્યારથી પશ્ચાતાપને પાર નથી. પહેલો કહે મેં ચકલીનાં પ્રાણ લીધા તે ગમે તેમ કરું પણ પાછા આવવાના નથી. બીજે કહે મેં જેનું ખિસ્યું કાપ્યું હતું તેને મેં ઘણું છે. જે મળે તે તેના પૈસા પાછા આપીને તેની માફી માંગી લઉં. પણ તે માણસ મને મળતું નથી. ત્રીજે કહે મેં પણ જેના ઉપર કુદષ્ટિ કરી હતી તે બાઈની ખૂબ તપાસ કરી. જે મને મળે તે માતા કહી તેના ચરણમાં પડીને માફી માંગી લઉં. ને ચોથાએ કહ્યું–મેં પણ જેની થાપણ ઓળવી